Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કોટડાસાંગાણીના ખરેડા ગામે વશરામભાઈ ચાવડા પર બે શખ્સોનો પાઈપ અને લાકડીથી હુમલો

પૂછયા વગર મજુરો પોતાની વાડીએ લાવતા કરણ અને તેના પિતા રમેશભાઈ તૂટી પડયા

રાજકોટ, તા. ૪ :. કોટડાસાંગાણીના ખરેડા ગામે પૂછયા વગર મજુરો પોતાની વાડીએ લાવવા પ્રશ્ને થયેલ ઝઘડામાં યુવાન પર બે શખ્સોએ પાઈપ અને લાકડીથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ખરેડા સરકારી હોસ્પીટલની આગળ પાંચીયાવદરના પાટીયા પહેલા રોડ પર ઉભેલા વશરામભાઈ હરજીભાઈ ચાવડા (રજપૂત) પર તે જ ગામના કરણ રમેશભાઈ ગોહેલ તથા તેના પિતા રમેશ પરબતભાઈ ગોહેલએ પ્લાસ્ટિકના પાઈપ અને લાકડીથી હુમલો કરી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

ઈજાગ્રસ્ત વશરામભાઈ હુમલો કરનાર કરણ ગોહેલની વાડીએથી મજુરો પોતાની વાડીએ પૂછયા વગર લાવતા તેનો ખાર રાખી પિતા-પુત્રએ હુમલો કર્યો હતો. આ અંગે વશરામભાઈની ફરીયાદ પરથી કોટડાસાંગાણી પોલીસે ઉકત બન્ને પિતા-પુત્ર સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)