Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જુનાગઢની હાટકેશ હોસ્પિટલમાં સ્તન કેન્સરના વિનામૂલ્યે નિદાનનો પ્રારંભ કરાવતા જવાહરભાઇ

જૂનાગઢ તા.૪: હાટકેશ હોસ્પિટલમાં વિના મૂલ્યે  મહિલાને સ્તન કેન્સરના નિદાનનો પ્રારંભ કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ કરાવ્યો હતો. માતુશ્રી ઉષાબેન ચંદ્રકાન્ત બુચ મેમોગ્રાફી સેન્ટર શરૂ થઇ જતા જૂનાગઢ અને ગીર સોમબાથ જીલાની પ્રજાને હવે મેમોગ્રાફી ટેસ્ટ માટે રાજકોટ નહી જવુ પડે. આ ઉપરાંત સાંસદ રાજેશભાઇ ચુડાસમાની ગ્રાન્ટમાંથી હોડપીટલને એક એમ્બ્યુલન્સ ભેટ માળી છે તેનું લોકાર્પણ કરતા સંસદ શ્રીએ હાટકેશ હોસ્પિટલની આરોગ્ય લક્ષી સેવાની પ્રશંસાસ કરી બ્રેસ્ટ કેન્સરના નિદાનની નિઃશુલ્ક સેવા શરૂ કરવા બદલ હોસ્પિટલ મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા.

સ્વ, ગુલાબબેન અને સ્વ. મહેન્દ્રભાઇ શેઠની સ્મૃતિમાં ડિજિટલ એકસ રે રૂમ અને સ્વ રશ્મિબેન કિરીટભાઇ બુચની સ્મૃતિમાં મેમોગ્રાફી રૂમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય ભીખાભાઇ જોશી, મેયર ધીરૂભાઇ ગોહિલ, આઇ.જી.એ.આર અનારવાળા, મેડિકલ કોલેજના ડીન ડો.રાઠોડ, વન સૌરાક્ષક ડી.ટી.વસાવડા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થા વિષયનો અહેવાલ ભારતભાઇ મજમુદારે જણાવ્યું કે, હાલ આપણી પાસે આધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ છે અને તેમાં સતત સુધારા થતા રહ્યા છે જેનાથી દર્દીઓને સંતોષકારક સારવાર અને ઉપચાર કરી શકવા શકિતમાન બન્યા છીએ.

સંસ્થા દ્વારા પૂર્ણ સમયમાં ફીજીશ્યન વિભાગ, સર્જીકલ વિભાગ, ઓર્થોપેડીક વિભાગ, ગાયનેક વિભાગ,ડેન્ટલ વિભાગ,આંખ, સ્કીનચામડી વિભાગ, ડિજીટલ એક્ષરે,સોનોગ્રાફી, ટી.એમ.ટી. ફીઝીયોથેરાપી વિભાગ, ડાયાલીસીસ, લેબ્રોરેટરી વગેરેનો સ્થાનિક જુનાગઢના તથા તાલુકાના ગામો અને પડોશી જીલ્લાઓના દર્દીઓ ઘણા જ બહોળા પ્રમાણમાં લાભ લે છે અને શહેરમાં ''વન રૂફ હેઠળ'' વિવિધ ઉપચાર મળી રહે તેવી આ અગ્ર હોસ્પિટલ છે. જેમાં સાવ નજીવા દરે નજરલ ઓપીડી વિભાગ અને રાહત દરે ફુલ ટાઇમ ૧૨ જેટલા ડોકટરો સેવા આપે છે.આ ઉપરાંત જામનગર, રાજકોટ, અમદાવાદ વિગેરે સ્થળેથી સ્પેશીયાલીસ્ટ અને સુપર સ્પેશીયાલીસ્ટ નિષ્ણાંત ડોકટરો વિઝીટીંગ ડોકટર તરીકે સેવા આપે છે.  આ ઉપરાંત જામનગર, રાજકોટ, અમદાવાદ વિગેરે સ્થળેથી સ્પેશીયાલીસ્ટ અને સુપર સ્પેશીયાલીસ્ટ નિષ્ણાંત ડોકટરો વિઝીટીંગ ડોકટર તરીકે સેવા આપે છે. આ વિસ્તારના દર્દીઓના ઉપચાર-સારવાર માટે પણ પ્રયત્નશીલ છીએ અને આવી વિશિષ્ટ સેવાઓના કારણે આપણી હોસ્પિટલની ખાસ ગણતરી થઇ છે અમો પ્રોત્સાહિત રહીએ છીએ. વિઝીટીંગ ડોકટરોમાં ન્યુરોફીઝીયન, કાર્ડિયોલોજીસ્ટ, હૃદયરોગ, સ્પાઇનસર્જન, રૂમેટોલોજીસ્ટ, ગેસ્ટોલોજીસ્ટ, કેન્સર સર્જન, સ્પાઇનસર્જન, પ્લાસ્ટિકસર્જન, ઇ.એન.ટી.સ્ક્રીન ચામડી, ઓ.પી.ડી વિભાગો પણ કાર્યરત છે. આ હોસ્પિટલમાં અતિ આધુનિક તબીબી સાધનો સાથેના ચાર ઓપરેશન થીએટસ છે જે પણ સારવાર ઉપચાર સુશ્રુંષા માટે કલાકો સુધી કાર્યરત છે. દાતા ઓનું સન્માન કરતા હોસ્પિટલના પ્રમુખ કલ્પિત નાણાવટી અને મેનેજીંગ ટ્રસ્ટી ડો.બકુલ બુચે આભાર માન્યો હતો.

(11:48 am IST)