Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

પંચાલ મચ્છુ કઠિયા સોરઠીયાના વિવાદ ભૂલી માત્ર લુહારના નામ સાથે એકતા વધારવા સંકલ્પ

રાજકોટ ખાતે લુહાર સમાજની ત્રણ સંસ્થાઓના ઉપક્રમે સંમેલન યોજાયું

ધોરાજી, તા.૪: રાજકોટ ખાતે લુહાર સમાજ ની ત્રણ સંસ્થાઓ મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિ મંડળ લુહાર સેવા સમાજ તેમજ લુહાર હિતેચ્છુ મંડળ રાજકોટના સંયુકત ઉપક્રમે રણછોડ નગર લુહાર સમાજની વાડી ખાતે સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં લોહાણા સમાજની એકતા અખંડિતતા અને શિક્ષણ ક્ષેત્રે તેમજ રાજકીય ક્ષેત્રે આગળ વધવા બાબતે આહવાન કરાયું હતું તેમજ પંચાલ સોરઠીયા મચ્છુ કઠિયા નવી વાત ભૂલી માત્ર ને માત્ર લુહાર છીએ એ પ્રકારે સમાજ આગળ વધવા બાબતે આગેવાનોએ આહવાન કર્યું હતું.

રાજકોટના રણછોડ નગર વિસ્તારમાં રાજકોટની ૩ લુહાર સંસ્થાઅલ ના માધ્યમથી સંમેલન યોજાયું હતું જેમાં મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિ મંડળના પ્રમુખ પ્રવિણભાઈ આસોડિયા લુહાર સેવા સમાજના પ્રમુખ યોગેશભાઈ સોલંકી લુહાર હિતેચ્છુ મંડળના પ્રમુખ ભૂપતભાઇ ડોડીયા ના અધ્યક્ષ સ્થાને લુહાર સમાજનું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં લુહાર સમાજ ના અગ્રણી અને ચોટીલા ધામ ના પ્રમુખ જયંતીભાઈ પરમાર એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે લુહાર સમાજ એ એકતાના તાંતણે જોડાવું જોઈએ અને રાજકોટના આંગણે ૩ સંસ્થાઓના સંયુકત ઉપક્રમે લુહાર સમાજ ના સંમેલનને સફળતા માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ જણાવેલ કે રાજકોટના આંગણે આજે લુહાર સમાજની ત્રણ સંસ્થાઓ દ્વારા સંયુકત ઉપક્રમે સ્નેહમિલન ની સાથે સાથે મહાસંમેલન યોજાયું ત્યારે લુહાર સમાજ ને શૈક્ષણિક ક્ષેત્રે તો આગળ વધવું જરૂરી છે પરંતુ રાજકીય ક્ષેત્રે પણ આપણે આગળ વધવું જોઈએ જયાં સુધી આપણામાં એકતા નહીં આવે ત્યાં સુધી કોઈ રાજકીય પાર્ટી આપણો ભાવ પણ નહીં પૂછે ત્યારે અન્ય સમાજની એકતા જોતા આપણા સમાજમાં હજુ પણ પંચાલ સોરઠીયા મચ્છુ કઠિયા નજર પ્રકારના વિવાદો ચાલે છે તે ભુલી આપણે સૌ લુહાર છીએ એ પ્રકારે આગળ વધવું જોઈએ અને ભવિષ્યમાં પણ સમાજને આગળ વધારવા માટે સૌરાષ્ટ્ર ભરમાંથી આવેલા તમામ લુહાર સમાજના આગેવાનો જયારે એક મંચ ઉપર છે ત્યારે સમાજ ની એકતા માટે આગળ વધવા માટે આહવાન કર્યું હતું સાથે સાથે મહામંડલેશ્વર ભારતીબાપુ ચોટીલા ધામ ખાતે જયંતીભાઈ પરમાર અને ટ્રસ્ટી મંડળના સહયોગથી જે પ્રકારે યાત્રિકો માટે સુવિધા નુ ધામ બનાવ્યું છે તેને બિરદાવતા જણાવેલ કે લુહાર સમાજ ના તમામ ધર્મસ્થાનો અને સમાજના ભવનો એજયુકેશન ક્ષેત્રે ઓટલો વધુ બને એ પ્રકારે સમાજના ભામાશા ઓ પણ દાન માટે આગળ આવે તે પ્રકારની પણ એક અપીલ કરવામાં આવી હતી.

આથી જસદણ સમાજનાઙ્ગ અને આટકોટ લોયણધામ મંદિરના પ્રમુખ જે પી રાઠોડ એ પોતાના વકતવ્યમાં જણાવેલ કે આજે સમાજને એજયુકેશન ક્ષેત્રે આગળ વધવું જોઈએ ત્યારે અમારા જસદણ તેમજ આટકોટ લુહાર સમાજ દ્વારા જે વિદ્યાર્થીઓ ajukeshan ક્ષેત્રે ઊંચા ટકા લાવે છે તેમને અમે બિરદાવીએ છીએ અને એ વિદ્યાર્થીના આગળ ભણવા માટેની પણ અમે સમાજ દ્વારા વ્યવસ્થા કરીએ છીએ આ પ્રકારે દરેક ગામની અંદર એજયુકેશન ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આગેવાનોને પણ અપીલ કરી હતી તેમજ આટકોટ માં સતી લોયણ ધામ વિકાસ બાબતે પણ પોતાના પ્રાસંગીક પ્રવચનની અંદર વિગતવાર માહિતી આપી હતી.

આ સમયે રાજકોટ મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિ મંડળ ના પ્રમુખ પ્રવીણભાઈ આસોડિયા લુહાર સેવા સમાજ રાજકોટના પ્રમુખ યોગેશ ભાઈ સોલંકી લુહાર હિતેશ મંડળ રાજકોટના પ્રમુખ ભૂપતભાઇ ડોડીયા લુહાર સમાજ રાષ્ટ્રીય શાળા છાત્રાલયના ટ્રસ્ટી મંગેશભાઈ મિસ્ત્રી રાજકોટ શહેર ભાજપના અગ્રણી કંચનબેન સિધ્ધપુરા ડોકટર મધુરિકાબેન લુહાર પોલીસ ઇન્સ્પેકટર પ્રવીણભાઈ પરમાર વલસાડ વિશ્વકર્મા પરિવારના પ્રચારક સંજયભાઈ તલસાણીયા વિગેરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું

લુહાર સમાજના સંમેલનમાં જસદણ થી જે પી રાઠોડ ધોરાજી થી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ વલસાડ થી પ્રવીણભાઈ પરમાર રાજકોટના રાજુભાઈ હંસોરા આટકોટનાઙ્ગ લુહાર સમાજ ના અગ્રણી નારણભાઈ વાંકાનેર લુહાર સમાજ ના પ્રમુખ અંબાલાલભાઈ મારુ જામનગર લોહાણા સમાજના પ્રમુખ કનકરાય પરમાર ચામુંડા ચોટીલા ધામ ના પ્રમુખ જયંતીભાઈ પરમાર ગોંડલ લુહાર સમાજ ના અગ્રણી રાજુભાઈ પિત્રોડા મોડાસા વિશ્વકર્મા ધર્મપ્રચારક ના મયુર મિસ્ત્રી અમદાવાદ abp અધ્યક્ષ દ્યનશ્યામભાઈ પંચાલ હેપી હાર્ટ ફાઉન્ડેશનના ચેરમેન મીનલબેન પંચાલ ચોટીલાના ટ્રસ્ટી અશોકભાઈ રાઠોડ પ્રવીણભાઈ પરમાર દિવ્ય કેસરી લુહાર સમાજ ના તંત્રી પરેશભાઈ દાવડા લોક સામના ન્યુઝ ચેનલ અમરેલીના તંત્રી અમરેલી ના તંત્રી પ્રવીણભાઈ મકવાણા લુહાર ધર્મના તંત્રી રજનીકાંતભાઈ હનસોરા દેવતણખી ધામ સંતવાણી ગ્રુપના પ્રમુખ પ્રવીણભાઈ કવૈયા અમદાવાદ વિશ્વકર્મા ધર્મ પ્રચારક સંજય ભાઈ તલસાણીયા રમેશભાઈ મકવાણા બાલવી ચંદુભાઈ પઢારિયાઙ્ગ ઉદ્યોગપતિ ડોકટર મધુલિકા બેન તેમજ મહિલા મોરચા ભાજપના કંચનબેન સિધ્ધપુરા તેમજ કીર્તિબેન કવૈયા વિગેરે સૌરાષ્ટ્ર ભરમાંથી લુહાર સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ ખાતે લુહાર સમાજ ની ત્રણ સંસ્થાઓ દ્વારા આયોજન સંમેલનને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ આસોડિયા ભુપતભાઈ ડોડીયા મનસુખ ભાઈ સોલંકી મગનભાઈ પિત્રોડા ભરતભાઈ પિત્રોડા પોપટભાઈ હરસોરા ભુપતભાઈ આસોડિયા ચંદુભાઈ પિત્રોડા ભુપતભાઈ પરમાર એસ એસ પરમાર ભરતભાઈ મારુ પ્રકાશભાઈ પિત્રોડા ચંદુભાઈ ઉમરાણીયા હિતેશભાઈ પિત્રોડા નીતિનભાઈ પિત્રોડા વિકાસભાઈ પિત્રોડા રોહિતભાઈ પિત્રોડા સુધીર ભાઈ રાઠોડ નરેશભાઈ પરમાર કૌશિક ભાઈ રાઠોડ જયંતીભાઈ ચૌહાણ કાનાભાઈ ડોડીયા મહેન્દ્રભાઈ દાવડા જયેશભાઈ પીઠવા ભોળાભાઈ પરમાર પ્રકાશભાઈ ડોડીયા વિગેરે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ સોલંકી તથા મંગેશ ભાઈ મિસ્ત્રીએ કરેલું હતું.

(11:47 am IST)