Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જૂનાગઢ ઉમિયા સંગઠન સમિતિ દ્વારા રાહતદરે મેમોગ્રાફી ટ્રસ્ટ

જૂનાગઢ : નવા વર્ષના પ્રારંભે કાર્યક્રમમાં બહેનોમાં કેન્સર વિશેની જાગૃતિ આવે એવા વિચાર સાથે ઉમિયા સંગઠન સમિતિ દ્વારા કરવામાં આવી. મેમોગ્રાફી અને પેરામીટર શુંકામ કરાવુ જોઇએ કયારે કરાવવુ વગેરે બાબતોની વિગતવાર માહિતી ડો.રાધીકાબેન જાવિયા અને પૂનમબેન પરીયા દ્વારા અપાઇ હતી. પ્રીમેચ્યોર બાળક અને જન્મજાત ખોડખાપણ વાળા બાળકના જન્મ ન થાય એ માટે રાખવામાં આવતી તકેદારી વિશેની માહિતી ડો.અનીલભાઇ પટેલએ આપી હતી. ઉપરાંત ડો.નૈતિકભાઇ, ભાવિનભાઇ છત્રાળા, જમનભાઇ ઝાલાવાડીયા, ડો.ભાલાણી, સીદસર મહેતા સંગઠન સમિતિના અધ્યક્ષ જયશ્રીબેન ટીલવા, ઉપાધ્યક્ષ રસીલાબેન કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા સાથે હિમોગ્લોબીન ચેકઅપ અને તેની દવા વિનામુલ્યે બહેનોને આપવામાં આવી હતી. મેમોગ્રાફી અને પેપ્સમીટાટેસ્ટ કુંડારીયા ફાઉન્ડેશન કે.જે.છત્રાળા ટ્રસ્ટ અને ડો.પૂનમબેન પરીયાના સહયોગથી બહેનોને માત્ર ૫૦૦ રૂ.માં કરી અપાશે. આ ટેસ્ટ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ૫૦૦૦માં થાય છે. જે બહેનોએ ટેસ્ટ કરાવો ફોર્મ ભરવુ હોય તેઓએ મો. ૯૪૨૭૮ ૪૯૬૮૬, ૯૮૭૯૨ ૧૦૦૦૨માં સંપર્ક કરવો. કાર્યક્રમનું આયોજન મહિલા સંગઠન સમિતિ જૂનાગઢ જીલ્લાના કન્વીનર શિલ્પાબેન આરદેશણા શહેર પ્રમુખ મધુબેન કણસાગરા અને ટીમએ કરી હતી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું તે તસ્વીર.

(11:44 am IST)