Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં શિક્ષણવિદોની બેઠક યોજાઈ

જૂનાગઢઃ ઙ્ગભકત કવિ નરસિંહ મહેતા યુનર્વસિટી વિસ્તારના અગ્રણી શિક્ષણવિદોની ડો. હરિભાઇ ગોધાણી કેમ્પસ જોષીપુરા ખાતે એક બેઠક યોજાય હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.કમલેશ જોષીપુરા તેમજ રાજકોટ શહેરના પૂર્વ મહિલા મેયર ભાવનાબેન જોષીપુરા હાજર રહી નાગરિકતા સંસોધન (સુધારા)અધિનિયમ વિશે ખુબજ ઊંડાણ પૂર્વક વિસ્તૃત ચર્ચા કરી સહુને માર્ગદર્શિત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના પુષ્પ ગુચ્છથી થઈ હતી. ત્યારબાદ ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના ઈતિહાસ વિષયના અધ્યક્ષ ડો. વિશાલ જોષીએ  સીટીઝન એમેન્ડમેન્ટ એકટ વિશેની ભૂમિકા બાંધી સહુ મહેમાનોને આવકાર્યા હતા.  ભાવનાબેન જોષીપુરાએ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના નિર્ણયને આવકારી સમગ્ર વિસ્તારના લોકો સુધી સાચી વાત પહોંચાડવાની હાકલ કરી હતી.  આ કાર્યક્રમમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના ઇ.સી મેમ્બર્સ ચંદ્રેશ હેરમાં,ડો. બાપોદરા,ડો.સુહાસ વ્યાસ, ડો.બલરામ ચાવડા તેમજ સંસ્થાના શ્રી ગોધાણી,સુરેશભાઇ વોરા અને જુદી જુદી કોલેજના આચાર્ય અને અદ્યાપકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભકતકવિ નરસિંહ મહેતા યુનિના ઇ. સી. ડો.જય ત્રિવેદીએ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ ઇ. સી.મેમ્બર્સ ડો. સુહાસભાઈ વ્યાસે કરી સૌ પ્રત્યે ઋણ ભાવ વ્યકત કર્યો હતો.

(11:43 am IST)