Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

મોરબી ગ્રુપ ઓફ કોલેજમાં સ્પોર્ટસ ફેસ્ટીવલની ઉજવણી

મોરબીઃ નવયુગ ગ્રુપ ઓફ કોલેજ વીરપર ખાતે તાજેતરમાં સ્પોર્ટ્સ ફેસ્ટીવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેને મોરબી પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારી અને ૧૮૧ અભયમની ટીમ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો  રમતોત્સવમાં ૧૫ થી વધારે રમતોમાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ કાર્નિવલનું આયોજન કરાયું હતું જેમાં ૫૦ થી વધુ વાનગીઓ ૧૦ સ્ટોલ પર રાખવામા આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની ટીમે જહેમત ઉઠાવી હતી તેમજ વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારી ફૂડ કાર્નિવલની પ્રસંશા કરી હતી 

(11:42 am IST)