Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ગોંડલની પરિણીતાએ વૃધ્ધાશ્રમના વૃધ્ધોને જમાડી જન્મદિવસ ઉજવ્યો

ગોંડલ,તા.૪: ગોંડલના ત્રણ ખુણીયા પાસે ગાયત્રીનગરમાં રહેતા અને પ્રેસ ફોટોગ્રાફરનું કામ કરતા જીતેન્દ્રભાઈ રાદડિયાના પત્ની સંગીતાબેન નો જન્મદિવસ હતો બાહ્ય આડંબર કે ખોટા ખર્ચ કરવાને બદલે સંગીતાબેન દ્વારા વૃદ્ઘાશ્રમમાં જઈ જન્મ દિવસ ઉજવવાનું નક્કી કરાયું હતું અને તેઓના આ નિર્ણયને રાદડીયા પરિવાર એ પણ સહર્ષ સ્વીકાર્યો હતો ગોંડલ જેતપુર નેશનલ હાઈવે પીઠડીયા ગામ પાસે આવેલ વૃદ્ઘાશ્રમોમાં અતિ દરિદ્ર ૫૨ થી પણ વધુ વૃદ્ઘો પનાહ લઇ રહ્યા છે માથે પતરા અને કપડાંની ચાર દીવાલમાં બનેલ આ વૃદ્ઘાશ્રમોમાં ગોંડલના પટેલ પરિણીતાએ જન્મદિવસ ઉજવી નિરાશ્રિતોની જઠરાગ્નિ શાંત કરી હતી અને સમાજને પ્રેરણા રૂપ કાર્ય કર્યું હતું. હરિ ઓમ વૃદ્ઘાશ્રમ ની ખાસિયત એ છે કે વૃદ્ઘાશ્રમ નું સંચાલન કરતાં જોશી બાપા કે અન્ય કોઇ પણ વૃદ્ઘ દ્વારા કોઈની સમક્ષ હાથ લાંબો કરવામાં આવતો નથી જો દે ઉસકા ભી ભલા જો ના દે ઉસકા ભી ભલા મંત્રને સાર્થક કરવામાં આવ્યો છે, અહીં પનાહ લઈ રહેલ કોઈ વૃદ્ઘ પાસેથી ડિપોઝિટ પેટે કોઇપણ જાતની રકમ લેવામાં આવતી નથી તેવું જીતેન્દ્રભાઈ રાદડિયાએ અંતમાં જણાવ્યું હતું.

(11:42 am IST)