Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ખીરસરા (રણમલજી) પ્રા.આ.કેન્દ્રને સીએમના હસ્તે નેશનલ કવોલીટી એન્સ્યુરન્સ સર્ટી એનાયત

ખીરસરા તા.૪ : ભારત સરકારશ્રીની જાહેર આરોગ્ય સુવિધાઓમાં રાષ્ટ્રીય ગુણવતા બાયંધરી ધોરણો અને ગુણવતાયુકત સ્વચ્છતા લક્ષી સ્વાસ્થ્ય સુવિધા પ્રદાન કરનાર લોધીકા તાલુકાના ખીરસરા(રણમલજી) ગામનાપ્રા.આ.કેન્દ્રને ઉત્કૃષ્ટ કામગીરી સંદર્ભે ભારત સરકાર દ્વારા એનકયુએએસ (નેશનલ કવોલીટી એન્શ્યુરન્સ સ્ટાન્ડર્ડ)નું સર્ટીફીકેટ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધનના હસ્તે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લામાં પ્રથમ પ્રા.આ.કેન્દ્ર ખીરસરાના મેડીકલ ઓફીસરશ્રી ડો.મંથન માકડીયા અને ડો.જે.એમ.બોરખતરીયાને સુપ્રત કરવામાં આવ્યુ.

પ્રા.આ.કેન્દ્ર ખીરસરાને આ બહુમાન અપાવવામાં ડો.મંથન માકડીયા તથા ડો.જે.એમ.બોરખતરીયા તથા જે.ડી.નિમાવત (ફાર્માસીસ્ટ) તથા ખીરસરાનો તમામ સ્ટાફ તથા જી.પં.આરોગ્ય શાખા રાજકોટના અધિકારીશ્રીઓ તથા ગ્રામ્ય પંચાયતના આગેવાનશ્રીઓ મોટો ફાળો છ.

આ અગાઉ પણ પ્રા.આ. કેન્દ્ર ખીરસરાને એનએબીએચ એવોર્ડ તથા કાયાકલ્પ એવોર્ડ સતત ત્રણ વર્ષથી રાજયકક્ષાએ નંબર આવવાથી એનાયત કરવામાં આવેલ છે.

(11:40 am IST)