Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળે HSRP ફીટમેન્ટ કેમ્પ સંપન્ન

દેવભૂમિ દ્વારકામાં કલા મહાકુંભમાં નિર્ણાયક માટે અરજી કરવી

દેવભૂમિ દ્વારકા તા ૪  :  વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરના આદેશ મુજબ જુના વાહનોમાં HSRP ફીટમેન્ટ માટે એ.આર.ટી.ઓ. ખંભાળીયા દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લાના જુદા જુદા સ્થળોએ ખાસ HSRP ફીટમેન્ટ કેમ્પનું આયોજન કરેલ છે. જે મુજબ તા. ૦૫ ના રોજ કલ્ગાણપુર તાલુકાના હાબરડી ગામ, તા. ૭-૦૧ તથા તા. ૨૭-૦૧-૨૦૨૦ના રોજ સેવા સદન સામે ભાણવડ, તા.૦૯ ના પોલીસ ચોક પોસ્ટની બાજુમાં રાજલ, તા.૧૧ના રોજ ગવર્મેન્ટ ગેસ્ટ હાઉસ,કલ્યાપુર, તા.૧૨ તથા તા૨૫ ના રોજ કલ્યાણપુર રોડ છોટુ ઓટો ગેરેજની બાજુમાં ભાટીયા ખાતે તેમજ તા.૧૬-૦૧-૨૦૨૦ ના રોજ દ્વારકા સોસાયટી મેઇન રોડ દ્વારકા ખાતે ફીટમેન્ટ કેમ્પ યોજાશે. ઉપરાંત તા. ૧૮ ના રોજ સુરજકરાડી, રેલ્વે ફાટકની બાજુમાં ઓખાઞમીઠાપુર, તા. ૧૯ ના ખંભાળીયા તાલુકાના સોનારડી ગામે, તા.૨૧ના ખંભાળીયા તાલુકાના નાના આસોટા ગામે, તા.૨૩ ના રોજ હજડાપર ગામે, તા.૨૯-૦૨-૨૦૨૦ ના રોજ બેરાજા ગામે તથા તા.૩૧ના રોજ મેઇન રોડ વડત્રા ગામ, દ્વારકા હાઇવે,તા. ખંભાળીયા ખાતે સવારના ૧૦ થી સાંજના ૭.૦૦ દરમયાન કેમ્પ યોજાશે.

ઉપરના સમય અને સ્થળે HSRP ફીટ કરાવવા માટ www.hsrpgujarat.com પર વાહનની વિગત તેમજ જરુરી પુરાવા અપલોડ કરીને અરજી નંબર મેળવી આ.ટી.ઓ કચેરી ખાતે HSRP વિભાગમાં ફી ભરીને અન્યથા ઓનલાઇન ફી ભરી કેમ્પની રસીદ મેળવી વાહન સાથે ઉપરના સ્થળે હાજર રહેવા જણાવવામાં આવે છે. ઉપરોકત પ્રક્રિયા દરેક કેમ્પની તારીખથી બે દિવસ અગાઉ કરી લેવી જેથી એજન્સી દ્વારા લગત HSRP  પ્લેટ બનાવવાનું પુર્વ આયોજન થઇ શકે. જો આપના દ્વારા ઓનલાઇન ફી ભરેલ હોય તો ફી ભર્યા બાદ તમે જે સ્થળે અને તારીખે નંબર પ્લેટ ફિટ કરવાની હોય તેની માહીતી એસએમએસ થી  મો.નં. ૮૮૬૬૨ ૨૫૨૫૪ ઉપર મોકલી આપવાની રહેશે, જેથી આપની નંબર પ્લેટ તૈયાર કરી તે સ્થળ ઉપર લાવી શકાય.

ખંભાળિયામાં તાલીમ વર્ગ

દેવભૂમિ દ્વારકા અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા ખંભાળીયા ખાતે એસ.ટી. બસ સ્ટેન્ડની સામે રોજ ગેસ્ટ હાઉસની બાજુમાં અનુસુચિત જાતિના ઉમેદવારો માટે ગુજરાત સરકારની હાઇસ્કીલ અપગ્રેડેશન યોજના અંતર્ગત રોજગારી/સ્વ રોજગારી લક્ષી સીવણ, બ્યુટીશીયનના ટુંકાગાળાના નિઃશૂલ્ક તાલીમ અભ્યાસક્રમો શરૂ થયેલ છે. જેમાં પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય, પ્રવેશ મેળવવા ઇચ્છુક ભાઇઓ તથા બહેનોએ ઉપરોકત સરનામે સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

કલા મહાકુંભમાં નિર્ણાયક માટે મંગાતી અરજીઓ

દેવભૂમિ દ્વારકા તા ૪  : ગુજરાત સરકારશ્રીના કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા રમત-ગમત અધિકારીની કચેી, દેવભૂમિ દ્વારકા સંચાલિત સરકારશ્રી દ્વારા વર્ષ-૨૦૧૭ થી અમલમાં આવેલ કલાકારોને પ્રોત્સાહનના ભાગરૂપે ''કલા મહાકુંભ-૨૦૧૯-૨૦''નું આયોજન ગુજરાતના દરેક જીલ્લામાં કરવામાં આવનાર છે. કલામહાકુંભમાં જિલ્લાકક્ષા વિવિધ સ્પર્ધાઓમાં સચોટ, સંતોષકારક નિર્ણય લઇ શકે તેવા હેતુથી નિર્ણાયકની ભૂમિક ભજવવા માટે સમગ્ર જિલ્લામાંથી નિર્ણાયકોની અરજી મંગાવવામાં આવેલ છે. અરજીસાદા કાગળ પર જરૂરી આધારપુરાવા જોડી જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી, પ્રથમ માળ, રૂમ નંબર સી/૧/૨, સી/૧/૪, જિલ્લા સેવા સદન, જી. દેવભૂમિ દ્વારકાને તા. ૦૮/૦૧/૨૦૨૦ સુધી પહોચતી કરવાની રહેશે તેમ જિલ્લા રમત ગમત  અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(11:38 am IST)