Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ભાણવડ શાળામાં ૩૧ ડીસે.ની ઉજવણી બાળકોએ લીધા સકારાત્મક સંકલ્પો

જૂના કપડા રમકડા જરૂરિયાતમંદ બાળકોને વહેચ્યા

ભાણવડ તા.૪ : ભાણવડની સરકારી તાલુકા શાળાનં.૩ કન્યા શાળામાં ૩૧ ડીસે.ની અનોખી અને સકારાત્મક ઉજવણી કરાઇ. કન્યા શાળા ખાતે વર્ષ ૨૦૧૯ના છેલ્લા દિવસ ૩૧ ડીસે.ની ઉજવણી કરતા તમામ ધોરણના બાળકો વચ્ચે વેશભૂષા સ્પર્ધા કરાઇ હતી. જેમાં રેડ કોસ્ચ્યુમ સાથે રેડ સેલીબ્રેશન કરી ઉજવણી કરાઇ તો એક સકારાત્મક અને મુલ્યલક્ષી કાર્ય પણ કરાયુ. શાળામાં અભ્યાસ કરતા બાળકો પાસેથી પોતાના જૂના કપડ અને જૂના રમકડાઓ મંગાવ્યા અને આ કપડા રમકડા જરૂરીયાતમંદ બાળકોમાં વહેચી માનવતાનુ કદમ ઉઠાવેલ.

દરમિયાન શાળાના તમામ વિદ્યાર્થીઓ પાસે ૩ સંકલ્પો લેવડાવાયા જેમાં ૧) વિદ્યાર્થીકાળ દરમિયાન અનાવસ્યક સોશ્યલ મિડીયાનો ઉપયોગ નહી કરે (ર) મમ્મી પપ્પા કે વડીલો પાસે ગેર વ્યાજબી માંગણી નહી કરે અને ખોટી જીદ પણ નહી કરે (૩) અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓ ખાનગી પ્રકાશનોને બદલે પાઠય પુસ્તકોનો જ ઉપયોગ કરશે જેવા સુંદર આશય સાથે સંકલ્પો બાળકોએ સહર્ષ લઇ વર્ષ ૨૦૧૯ના અંતિમ દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

(11:37 am IST)