Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ભુજમાં ખોરાકી ઝેરે ભાઈ બહેનનો ભોગ લીધો, મા બાપ સારવાર હેઠળ

રાત્રે વડાપાઉં, ભૂંગળા બટેટા લારી ઉપરથી લીધા તેની સાથે બપોરનીઙ્ગ દાળ અને ખીચડી ખાધી હતી, દરવાજો બંધ હોઈ બપોરે પડોશીએ ખટખટાવ્યો ત્યારે ચારેય બેભાન હતા

ભુજ, તા.૪:  ભુજના ભાનુશાલીનગર પાસે આવેલ રદ્યુવંશીનગરની વસાહતમાં રહેતા પરિવારનો માળો ખોરાકી ઝેરના કારણે પીંખાયો છે. અહીં રહેતા વિજય વિશ્રામ સોલંકીએ ગઈકાલે રાત્રે રિલાયન્સ મોલ પાસે ઓમ વડાપાઉંની હાથલારી ઉપરથી તૈયાર વડાપાઉં અને ભૂંગળા બટેટા લીધા હતા. આ નાસ્તા સાથે દ્યેર બનાવેલ ખીચડી તેમ જ બપોરે બનાવેલી દાળ તેમના પત્ની પૂનમબેન અને બે બાળકો ૧૪ વર્ષની માનસી અને ૮ વર્ષના ધવલે ખાધા હતા. બપોર સુધી તેમના દ્યરનો દરવાજો ન ખુલતા કશું અજુગતું થયું હોવાની શંકા સાથે પડોશીઓ દ્યરમાં પ્રવેશતા ચારે ચાર જણ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. તરત જ ૧૦૮ મારફતે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ચારેયને દાખલ કરી સારવાર હાથ ધરાઈ હતી. ખોરાકી ઝેરની અસર તળે સારવાર દરમ્યાન બન્ને બાળકો માનસી વિજય સોલંકી ઉ.૧૪ અને ધવલ વિજય સોલંકી ઉ. ૮ ના અરેરાટીભર્યા મોત નિપજયા હતા. જયારે વિજયભાઈ અને તેમના પત્ની પૂનમબેન બેભાન અવસ્થામાં હતા જોકે ધીરે ધીરે તેઓ સ્વસ્થ થતાં તેમણે પોલીસને આ અંગે માહિતી આપી હતી.ઙ્ગ

મૃત્યુનું કારણ જાણવા તેમના વીસેરા રિપોર્ટ માટે જામનગર મોકલાયા

આ ઘટના બાદ આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી અને હાથલારીના નાસ્તાના નમૂના લીધા હતા. મૃતકો અને બેભાન થનારાઓના મોં માંથી ફીણ નીકળ્યા હતા. પોલીસ આને ખોરાકી ઝેરની અસર માની રહી છે. તો, ભુજની સરકારી હોસ્પિટલઙ્ગ અદાણી જી.કે જનરલના ફરજ પરના તબીબ ડો. કાલરીયાએ પણ ખોરાકી ઝેરને કારણે કોઈક કેસમાં આવી દ્યટના બની શકે છે, એવી શંકા દર્શાવી સ્પષ્ટ અને સાચું કારણ જાણવા વીસેરા રિપોર્ટની રાહ જોવા કહ્યું હતું. મૃતક બાળકોના વીસેરા રિપોર્ટ તપાસ માટે જામનગર મોકલાયા છે. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પૂનમબેને જણાવ્યું હતું કે, રાત્રે વડાપાઉં, ભૂંગળા બટેટા, દાળ, ખીચડી ખાધા બાદ બન્ને બાળકોએ ઉબકા અને ઉલ્ટીની ફરિયાદ કરી હતી. જોકે, કમનસીબે બન્ને બાળકોનું મોત હોસ્પિટલ પહોંચ્યા પૂર્વે જ થઈ ગયું હતું.

(11:36 am IST)