Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ધોરાજીની શાહ મ્યુનિ.આર્ટસ અને કોમર્સ કોલેજ એનએસએસ યુનિટની વાર્ષિક શિબિર

ધોરાજી તા.૪ : શ્રી કે.ઓ.શાહ મ્યુનિ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા એનએસએસ યુનિટ૧ અને રનો સાત દિવસીય વાર્ષિક શિબિરનું આયોજન મોટી પરબડી ગામે કરાયુ હતુ.

સમાપન સમારોહમાં સૌ.યુનિ. એનએસએસ વિભાગના કો ઓર્ડી. પ્રિ ડો.એન.કે.ડોબરીયા ઉપસ્થિત રહી શિબિરાર્થીઓને પ્રાસંગીક ઉદબોધન કરી પ્રોત્સાહીત કર્યા હતા. મોરી પરબડી ગામના સરપંચ ઉપસરપંચ, ગામ આગેવાન ધીરૂભાઇ બાબરીયા, પ્રા.શાળા શિક્ષકો તથા કોલેજનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી શિબિરાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. સમાપન પ્રસંગે વાર્ષિક શિબિરની થયેલ કામગીરીનો અહેવાલ પ્રા. ડો.આર.આર.બુસાએ આપ્યો અને આભારવિધિ પ્રા.ડો.આર.વી.રોકડએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શિબિરાર્થી મીના પરમાર અને વાઢેર કોમલ તેમજ પીઠડીયા પુજાએ પ્રા.ડો.જયશ્રીબેન પરમારના માર્ગદર્શન હેઠળ કરેલ.શિબિર દરમિયાન ભીતસુત્રલેખન, ગામસફાઇ, વૃક્ષસંવર્ધન, વ્યસનમુકિત, બેટીબચાવો, ધાર્મિક સ્થળની મુલાકાત, પર્યાવરણ જાગૃતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, શૈક્ષણિક તથા રમતગમત કાર્યક્રમ, બાળ તંદુરસ્તી, ઔદ્યોગીક એકમની મુલાકાત તથા કોમ્પ્યુટર દ્વારા આંખોની તપાસનો કેમ્પ રાખેલ જેમાં ૧૨૧ દર્દીઓએ ભાગ લીધો હતો. પ્રી ડો.સી.વી.બાલઘાએ પ્રાસંગીક ઉદબોધન આપેલ હતુ.

(11:37 am IST)