Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

પોરબંદરમાં ઈસરોના વૈજ્ઞાનિકો સાથે વિદ્યાર્થીઓનો વાર્તાલાપ અને પ્રશ્નોતરીઃ અંતરીક્ષ વિજ્ઞાનનું જાહેર પ્રદર્શન

પોરબંદર તા.૪: ભારત સરકાર, અંતરીક્ષ વિભાગ, અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર(ઈસરો) અમદાવાદ દ્વારા જિલ્લા કક્ષાએ કાર્યક્રમનું આયોજન તારીખ :૦૬ થી ૦૭ દિન -૨ સેન્ટ મેરી સ્કુલ, સાંદીપની રોડ ખાતે આયોજન કરેલ છે.

આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓમાં આશરે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ સાથે ઈસરોના વરીષ્ઠ વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ , સંવાદ, પ્રશ્નોતરી, વકૃત્વ સ્પર્ધા જેવુ આયોજન થનાર છે. તેમજ ઈસરો દ્વારા અંતરીક્ષ વિજ્ઞાનને લગતા વિવિધ મોડલ્સ તેમજ જિલ્લાના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થનાર મોડલ્સનુ પ્રદર્શન  રાખવામાં આવેલ છે.

આ પ્રદર્શન સવારે ૯-૩૦ થી ૩-૩૦ સુધી આમ જનતા માટે ખુલ્લુ રહેશે. જીલ્લાના બહોળી સંખ્યામાં શહેરીજનો ગ્રામીણજનો આ પ્રદર્શન નિહાળવાનુ આમંત્રણ જિલ્લા શિક્ષણાધીકારીની યાદીમાં આપેલ છે.

(11:34 am IST)