Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

પ્રકૃતિ તરફની ઉપેક્ષાથી જંગલો વેરાન : એસ.એન. પ્રધાન

પ્રાંસલામાં પૂ. સ્વામી ધર્મબંધુજીની અધ્યક્ષતામાં આયોજીત રાષ્ટ્રકથા શિબીરનો કાલે વિરામ

રાજકોટ, તા., ૪: સ્વામી ધર્મબંધુજી દ્વારા આયોજીત રાષ્ટ્રકથા શીબીરના કાલે સાતમા દિવસના પ્રવચન સત્રને સંબોધવા એન.ડી.આર.એફ.ના ડાયરેકટર જનરલ એસ.એન.પ્રધાન, ઇસરોના વૈજ્ઞાનીક ડો.આર.કે.વર્મા, એઇમ્સના ચીફ ડાયરેકટર ડો.રણદીપ ગુલેરીયા ઉપસ્થિત રહયા હતા. કાલે રવિવારે શીબીરનું સમાપન થશે.

એસ.એન.પ્રધાન : એન.ડી.આર.એફ.ના ડાયરેકટર જનરલ એસ.એન.પ્રધાનએ એન.ડી.આર.એફ.નો મંત્ર છે. આપદા સેવા સદૈવસર્વત્રં તેમ જણાવીનેકહયું હતું કે પ્રકૃતી તરફની ઉપેેક્ષાના લીધે જંગલ વેરાન થઇ રહયા છે. નદીઓ સુકાઇ રહી છે. ઉપજાઉ જમીનનું ક્ષેત્રફળ પણ ઘટી રહયંુ છે. આપણી ભુલોના પરીણામ આપણે ભોગવીએ છીએ અને તેથી નિયત ઋતુચક્રે જળવાતું નથી.વગર ઋતુએ વરસાદ તેમજ વાવાઝોડાનો સામનો કરવો પડે છે.

ઇસરોના વૈજ્ઞાનિક ડો. આર.કે. વર્માએ અવકાશ વિજ્ઞાનની મદદથી નાગરિકોના જીવનને સુખદાયી, સુલભ બનાવવા માટે છથી વધુ ક્ષેત્રોમાં કામ થઇ રહ્યું. સંદેશા વ્યવહાર, નેવીગેશન, માહિતી પ્રસારણ, હવામાન, કૃષિ, વન-પર્યાવરણ.

વધુમાં તેમણે અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે ડો. વિક્રમ સારાભાઇને લેખાવીને ટૂંકાગાળામાં ઇસરોએ અવકાશ વિજ્ઞાન માટેના ઉપયોગી, સાધન-સામગ્રી-તકનીકીમાં ૯૦% સ્વદેશી બનાવાી હાંસલ કર્યાનું ગૌરવ વ્યકત કરેલ.

એઇમ્સના ચીફ ડાયરેકટર ડો. રણદીપ ગુબેરીયાએ સો વર્ષ જેટલૂં પૂર્ણ અને રોગમુકત જીવન જીવવા માટે યોગ્ય જીવન શૈલી વિશે પીપીટીથી વિસ્તૃત માહિતી આપી હતી.

વર્તમાન અનિયમિત જીવન શૈલી, ખાણી-પીણી, ધ્રુમપાન, અપુરતી નિદ્રા વગેરેના લીધે કેન્સર, મોટાપા, ઓસેપોરીયા, હૃદયરોગ, ડાયાબીટીસના દર્દીઓમાં સતત વૃધ્ધિ થઇ રહી છે. આપણને પ્રતિદિન મળતી ૧૪૪૦ મીનીટમાંથી માત્ર ૩૦ મિનીટનો સમય નિયમિત કસરત માટે ફાળવવાથી ડાયાબીટીસ, હૃદય સંબંધી રોગ, મોટાપા અને કેન્સર જેવા રોગો થતા અટકાવી શકાય છે, એટલું જ નહીં પરંતુ દિવસ આખો પ્રફુલ્લિત પસાર થાય છે. ડીપ્રેશન અને નકારાત્મક વિચારોથી દૂર રહી શકાય છે. વિદ્યાર્થીઓને વાંચવામાં એકાગ્રતા અનુભવાય છે.

આજે સાતમા દિવસે વૈજ્ઞાનિક ડો. એસ.બાલક્રીષ્ણન-ડાયરેકટર, ગગન યાન) ડો. મોહન (એડીશનલ સેક્રેટરી-ફાઇનાન્સ), ડો. ડી.એમ. મુલે (માનવ અધિકાર આયોગના સભ્ય) લેફ. જનરલ સુખદીપ આગવાન (આસામ રાઇફલના ડીજી) પ્રવચન કરશે. તેમ દિનેશ પરમારની યાદીમાં જણાવાયું છે.

 

(11:31 am IST)