Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

પોરબંદરમાં રીસામણે બેઠેલ પુત્રી તથા માતા ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો

પુત્રીએ ફોન ઉપર આરોપીના પુત્રસાથે વાતચીત કરતા બઘડાટી

પોરબંદર તા.૪ : માવતરે રીસામણે બેઠેલી પુત્રીએ યુવક સાથે ફોન ઉપર વાત કરતા પુત્રી અને માતા ઉપર તિક્ષણ હથીયાર વડે હુમલો કરતા બંન્નેને સારવાર માટે ખસેડાયેલ છે.

રીસામણે બેઠેલ પુત્રીએ આરોપીના પુત્ર સાથે ફોન ઉપર વાત કરતા હુમલો કર્યો હતો.

ખારવાવાવડમાં રહેતા મધુરાબેન દેવજીભાઇ પોસ્તરીયાએ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે. આરોપી અશોક વિંઝા મોતીવરસ પત્ની કીર્તીબેન અશોકભાઇ તથા પુત્રી વેનસીબેનએ ફરિયાદીની રીસામણે બેેઠેલી પુત્રી ચાંદનીએ આરોપીના પુત્ર સાથે ફોન ઉપર વાત કરતા આરોપીઓએ પુત્રી ચાંદનીને તિક્ષ્ણ હથિયાર તથા પોતાને (ફરીયાદી)ને કપાળના ભાગે ઇજા કરી મુંઢ માર મારેલ હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:18 am IST)