Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જૂનાગઢ મનપાના ભાજપના કોર્પોરેટરના પતિ સંજય સોલંકી ઉર્ફે બાડીયાને પાસામાં ધકેલવા હુકમ: ખળભળાટ

મારામારી, હત્યાની કોશિશ, અપહરણ, પ્રોહીબિસન, જુગાર સહિતના 31 ગુન્હા નોંધાયા છે

જૂનાગઢ મનપાના ભાજપના કોર્પોરેટરના પતિને પાસામાં મોકલવા હુકમ કરાયો છે  ભાજપના કોર્પોરેટરના પતિને પાસામાં પુરવા હુકમ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે

 જૂનાગઢ વોર્ડ નંબર ૧૫ ના ભાજપના કોર્પોરેટર બ્રીજેશાબેન સોલંકીના પતિ સંજય દુલા સોલંકી ઉર્ફે બાડિયાને પાસામાં ધકેલાયો છે

ખાડીયાના માથાભારે શખ્સ સંજયને પાસા હેઠળ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલાયો છે સંજય સોલંકી સામે જૂનાગઢ પોલીસમાં ૩૧ જેટલા ગુના નોંધાયા છે મારામારી, હત્યાની કોશિશ, અપહરણ, પ્રોહીબિસન, જુગાર સહિતના અનેક અપરાધ ગુન્હા સંજય વિરુદ્ધ નોંધાયા છે

 

(12:39 am IST)