Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

હું કોઈથી ડરતો નથી, હજુ બંદુક લઈને નિકળીશ : પોલીસને પણ લાયસન્સ આપી દીધું છે : ધારાસભ્ય હર્ષદ રીબડિયા

જૂનાગઢના નવાબે મારા દાદાને બંદૂક આપી હતી : કૌભાંડીઓ સામે પડુ છું એટલે મને રોકવાનો પ્રયાસ

અમરેલી, તા. ૪ : અમરેલીના બગસરા અને વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આતંક અંગે બગસરામાં યોજાયેલી એક સભામાં હાથમાં બારબોરની બંદૂક રાખીને વન વિભાગ દીપડાને ઠાર ન મારે તો લોકોએ કાયદો હાથમાં લેવા માટે ઉશ્કેરતો વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાનો વીડિયો વાયરલ થતાં પોલીસે ધરાસભ્ય સામે તપાસ શરૂ કરી હતી ત્યારે ધારાસભ્યઙ્ગ રીબડિયાએ હુંકાર કરતા જણાવ્યું કે, હું કોઈથી ડરતો નથી, હજુ બંદુક લઈને નિકળીશ. જૂનાગઢના નવાબે મારા દાદાને બંદૂક આપી હતી. કૌભાંડીઓ સામે પડુ છું એટલે મને રોકવાના પ્રયત્ન થઈ રહ્યો છે. તેવો સરકારને લઈને આકરા પ્રહારો કર્યા હતા.

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, કાલે જ પોલીસ સ્ટેશનમાં બારબોરની બંદૂકનું લાયસન્સ આપી આવ્યો છું. ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ભેસાણ ખાતે યોજાયેલી સભામાં પોતાનું નિવેદન આપીને રાજનીતિ ગરમાવી દીધી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભેસાણ ખાતે યોજાયેલી સભામાં જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ હાથમાં બારબોરની બંદૂક રાખ્યા બાદ મોટો હોબાળો થયો હતો, ત્યારે આજે તેમણે આ મુદ્દે ગર્જના કરતા જણાવ્યું હતું કે, હું ખેડૂતોના પ્રશ્નો લઈને નીકળ્યા છું. પરંતુ રાજય સરકાર દ્વારા મને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ હું કોઈનાથી ડરવાના નથી. જૂનાગઢના નવાબે મારા દાદાને એક બંદૂક આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, કૌભાંડીયા સામે પડું છું એટલે મને રોકવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ હું પાછો પડું તેમ નથી. કાલે જ પોલીસ સ્ટેશનમાં લાયસન્સ આપી આવ્યો છું. હું કોઈનાથી ડરતો નથી. હજુ બંદૂક લઈને નિકળીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાની આ ઘટનાને લઈને બગસરા પોલીસ મથકે પોલીસ દ્વારા કરવામાં આવેલી જાણવા જોગ નોંધ મુજબ બગસરા અને વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થોડા સમય પૂર્વે માનવભક્ષી દીપડાનો આતંક હતો અને ત્યારે ગત તા.૭ ડિસેમ્બર ૧૯ના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ બગસરાની સિવિલ હોસ્પિટલમાં પોતાના હાથમાં બારબોરની બંદૂક રાખીને જાહેરમાં લોકોને કહ્યું હતું કે, બગસરા, ધારી, વિસાવદર, જૂનાગઢ તાલુકાના વિસ્તારમાં માનવભક્ષી દીપડાએ સત્ત્।ર જેટલા માણસોને ફાડી ખાધાં છે અને દ્યણાં માણસોને ઈજા કરી છે એ દીપડાને જંગલખાતું પકડશે નહીં તો અમારે નાછુટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે દીપડાને ઠાર મારવો પડશે.

(11:20 am IST)