Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

યાત્રાધામ દ્વારકામાંથી ડુપ્લીકેટ IPS ઝડપાયો :અમદાવાદના સંદીપ ગુપ્તાને ઝડપી લેવાયો :આઠ મોબાઈલ પણ જપ્ત કર્યા

ખોટી ઓળખ આપી હોટલમાં રોકાયો અને એક વ્યક્તિ પાસેથી પાંચ હજાર પડાવ્યા

 યાત્રાધામ દ્વારકામાંથી ડુપ્લીકેટ IPS ઝડપાયો હતો. IPS અધિકારી તરીકે ઓળખ આપી રોફ જમાવતો સંદીપ ગુપ્તા નામના શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો

   આ શખ્સ હોટલમાં IPS તરીકેની ખોટી આપી રોકાયો હતો. એક વ્યક્તિ પાસેથી ખોટી ઓળખ આપીને પાંચ હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. અમદાવાદના શખ્સને ઝડપીને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે તેની પાસેથી આઠ મોબાઈલ પણ જપ્ત કર્યાં હતા.

(12:59 am IST)