Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

વાંકાનેરના મહિકા ગામની સીમમાં ખનીજચોરો પર ડ્રોન કેમેરાની મદદથી મચ્છુ નદીના પટમાં દરોડો

બે લોડર,એક ટ્રેકટર અન્ય સાધનો સહીત 40 લાખથી વધુનો મુદામાલ જપ્ત

મોરબી જીલ્લામાં ખનીજચોરીને ડામવા માટે ખાણ ખનીજની ટીમે ટેકનોલોજીનો સદુપયોગ શરુ કર્યો હોય જેમાં ડ્રોન કેમેરાની મદદથી મહિકા ગામની મચ્છુ નદી નજીક દરોડો કરી ૪૦ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરાયો છે

  મોરબી જીલ્લા ખાણ ખનીજ ટીમને વાંકાનેર પંથકમાં ખનીજચોરી અંગે મળેલી વ્યાપક ફરિયાદો બાદ આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ઉપરાંત ખનીજ વિભાગની ટીમે ડ્રોન કેમેરાની મદદથી ખનીજચોરી રોકવા માટે ઝુંબેશ આદરી હતી જેમાં આજે મહિકા નજીક મચ્છુ નદીના પટમાંથી ખનીજ ચોરીના વાહનો મળી આવતા તુરંત દરોડો કરવામાં આવ્યો હતો

  દરોડા કાર્યવાહીમાં ખાણ ખનીજ વિભાગની ટીમને સ્થળ પરથી બે લોડર, એક ટ્રેક્ટર તેમજ અન્ય સાધનો સહીત કુલ ૪૦ લાખથી વધુનો મુદામાલ મળી આવતા તમામ મુદામાલ સીઝ કરી વાંકાનેર પોલીસને સોપવામાં આવ્યો છે 

 ખનીજ વિભાગની ટીમની કાર્યવાહીને પગલે ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે તો હવે સરકારી તંત્ર પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યું હોય જેથી ખનીજચોરોમાં દોડધામ મચી છે

 

(10:22 pm IST)