Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ધોરાજીમાં ગીતા રબારીના લોકડાયરામાં લાખો રૂપિયાની નવી ચલણી નોટોનો વરસાદ

ધોરાજી, તા.૪: ધોરાજીમાં ભકત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક ટ્રસ્ટ દ્વારા ભાગવત કથા મોહોત્સવમાં ગીતા રબારીના લોક ડાયરામાં નવી નોટોનો વરસાદ થયો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ઉપર પણ યુવાનો પણ નવી નોટોના વરસાદથી ઝુમી ઉઠયા હતા.

ધોરાજીમાં ભાગવત કથા મહોત્સવમાં ગિનીસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ગીતા રબારીના લોકડાયરામાં ૧૦હજારથી વધુ માનવ મહેરામણ ઉમટી પડેલ આ સમયે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગીતા રબારી રેકોર્ડ બ્રેક ગીતો પોતાની આગવી શૈેલીમાં ગાતા યુવાનો નવી નોટોના વરસાદ થી વરસી પડયા હતાં

આ સમયે જયેશભાઇ રાદડીયાને ઉભા કરી નવી નોટોનો વરસાદ કરી યુવાનો હિતેશભાઈ કોયાણી વિપુલભાઈ ઠેસિયા હરકિસન માવાણી અરવિંદભાઈ વોરા, કિશોરભાઈ રાઠોડ સી.સી.અંટાળાં વિગેરે યુવાનો ઝુમી ઉઠયા હતા.

આ સમયે જયેશભાઇ રાદડિયાએ પણ ગીતા રબારી ઉપર રૂપિયાનો વરસાદ વરસાવેલ. ઘોરમાં નવી લાખો રૂપિયાની નોટોનો વરસાદ થયો હતો.

આ સમયે યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી સુરેશભાઇ વઘાસિયા આર.કે. કોયાણી ગુણુંભાઈ વઘાસિયા સહિત અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)