Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

એઇમ્સની જાહેરાતથી સુવિધાજનક આરોગ્ય સેવાઓનો લાભ મળશે : ડો. બોઘરા

આટકોટ, તા. ૪ : જસદણના પૂર્વ ધારાસભય અને ભાજપ અગ્રણી ડો. ભરતભાઇ બોઘરાએ રાજકોટમાં એઇમ્સની જાહેરાતને આવકારી છે.

ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું કે, રાજકોટના ખંઢેરી ગામ પાસે રૂ. ૧ર૦૦ કરોડના ખર્ચે નવી એઇમ્સને મંજૂરી આપવામાં આવી છે. તેની સત્તાવાર જાહેરાત કરતા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. એઇમ્સની મંજૂરી કેન્દ્ર સરકારે ૩૧ ડિસેમ્બર ર૦૧૮એ આપી દીધી છે. જેથી હવે સૌરાષ્ટ્રની જનતાને વધુ સુવિધાજનક આરોગ્ય સેવાઓનો લાભ મળશે.

ડો. ભરતભાઇ બોઘરાએ કહ્યું કે એઇમ્સના નિર્માણથી સૌરાષ્ટ્ર અને રાજયભરના નાગકિોને તમામ પ્રકારની સારવાર મળી રહેશે. ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને કચ્છને સૌથી મોટો લાભ થશે. એઇમ્સ આવતા આ સૌરાષ્ટ્રના શહેરો અને જિલ્લાઓના આરોગ્યક્ષેતરમાં ક્રાંતિ આવશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટ, સૌરાષ્ટ્રને એઇમ્સ આપતા ડો. બોઘરાએ અભિનંદન પાઠવ્યા છે.

ડો. ભરતભાઇ બોઘરાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતનાને અભિનંદન પાઠવ્યા છે. (૮.૧૧)

(11:57 am IST)