Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

વલ્લભીપુરનાં દરેડની સીમમાંથી દારૂની બોટલો જપ્ત

ભાવનગર, તા.૪: ભાવનગરનાં પોલીસ અધિક્ષક શ્રી પી.એલ. માલ સાહેબ તથાના.પો.અધિ.શ્રી આર.ડી.જાડેજા સા. પાલીતાણાનાં ઓ એ દારૂ- જુગારની પ્રવુતિ નાબુદ કરવાની સુચના આપેલ હોય જે સુચના અન્વયે પો.કોન્સ. ભગવાનભાઈ વી. સાંબડ ને મળેલ બાતમી આધારે તેઓ તથા પો.હેઙકોન્સ. પી.એમ. રાયજાદા તથા પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ તથા અમિતભાઇ મકવાણા, તથા રાજવીરસિંહ જાડેજા તથા મયુરસિંહ ગોહિલ PSI ટીં. એસ. રીઝવી સા. સાથે પેટ્રોલીંગ માં હોય અને મળેલ બાતમી હકીકત આધારે દરેડ ગામની સીમમાં આવેલ જાદવભાઇ હીરાભાઇ નાયાણીની વાડીમાં ઇગ્લીશ દારૂ રાખી નીંગાળા ગામે સપ્લાય કરતા હોવાની હકીકત આધારે તપાસ કરતા જાદવભાઇ હીરાભાઇ નાયાણી રહે. દરેડ તા. વલ્લભીપુર વાળો હાજર મળી આવતા તેની વાડીમાં રાખેલ ઇગ્લીશ દારૂની પાર્ટી સ્પેશ્યલ ડીલકસ વ્હીસ્કીની તથા માસ્ટર મુવમેન્ટ ડીલકસ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલની કંપની શીલ બોટલો નંગ-૧૩૭ બોટલો ( ૧૧ પેટી પ નંગ) કિ.રૂ. ૪૧,૧૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૪૧,૬૦૦/- નાં મુદામાલ સાથે પકડાઇ જઇ તથા અન્ય બે આરોપી ઓ જેમાં ક્રિરપાલસિંહ ભગુભા વાળા તથા હરૂભા ભરતસિંહ વાળા રહે બન્ને નિંગાળા તા. ગઢડા વાળા બન્ને ઉપરોકત દારૂ મુકી ગયેલ હોયઙ્ગ ત્રણેય વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો રજી કરી તપાસ PSI શ્રી ટી.એસ. રીઝવી. વલ્લભીપુર પો.સ્ટે. ચલાવી રહયા છે.(૨૨.૫)

 

(11:57 am IST)