Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ગિરનાર પર્વત પ.૬, નલીયા-૮.૬, અમરેલી ૮.૮ ડીગ્રી

વલસાડ ૯.૬, જામનગર-૧૦.૦, મહુવા ૧૦.૧, વડોદરા-૧૦.૪, જુનાગઢ-૧૦.૬, રાજકોટ-૧પ.૬, ડીગ્રી તાપમાનઃ ઠંડીમાં ઘટાડો

રાજકોટ તા. ૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો થયો છે આજે સવારે ગિરનાર ઉપર સૌથી નીચુ પ.૬ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું જયારે નલીયા ૮.૬, અમરેલી ૮.૮ ડીગ્રી, રાજકોટ ૧પ.૬ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે.

ગઇકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો માહોલ બરકરાર છે અને લોકો ઠંડીમાં ઠુંઠવાઇ ગયા હતાં. લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી જતા લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડીગ્રીની અંદર અનેક સ્થળોએ જતો રહેતા મોડી રાત્રીના અને વહેલી સવારનાં સમયે ઠંડીની વધુ અસરનો અનુભવ થાય છે.

સૂર્યનારાયણનાં દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસરમાં વધારો થાય છે. બપોરના સમયે તડકા સાથે ઉનાળા જેવા વાતાવરણનો અનુભવ થાય છે.

જુનાગઢ

જૂનાગઢ : સોરઠમાં આજે સવારનાં ઠારનું આક્રમણ થયુ હતુ ગીરનાર પર પ.૬ ડીગ્રી ઠંડી રહી છે.

છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઠારનું જોર વધ્યુ છે. આજે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૦.૬ ડીગ્રી રહેતા ઠંડીમાં ફરક પડયો ન હતો.

અહીં ગીરનાર પર્વત ખાતે પ.૬ ડીગ્રી ઠંડી રહેતાં પ્રવાસીઓની અવરજવર પર અસર રહી હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ  ૭૦ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૩ કિ.મી.ની રહી હતી.

જામનગર

જામનગર : શહેરનું લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રી, મહત્તમ  ર૮ ડીગ્રી, હવામાં ભેજ ૬૪ ટકા અને પવન ૩.૭ કિ.મી.ની ઝડપે ફુંકાઇ છે. (પ-ર૦)

કયાં કેટલુ તાપમાન

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

પ.૬ ડીગ્રી

જુનાગઢ

૧૦.૬ ડીગ્રી

અમદાવાદ

૧૧.૪ ડીગ્રી

ડીસા

૧૧.ર ડીગ્રી

વડોદરા

૧૦.૪ ડીગ્રી

સુરત

૧ર.૪ ડીગ્રી

રાજકોટ

૧પ.૬ ડીગ્રી

ભાવનગર

૧ર.૪ ડીગ્રી

પોરબંદર

૧ર.પ ડીગ્રી

જામનગર

૧૦.૦ ડીગ્રી

વેરાવળ

૧૪.ર ડીગ્રી

દ્વારકા

૧૬.૬ ડીગ્રી

ઓખા

૧૮.૯ ડીગ્રી

ભુજ

૧૩.૦ ડીગ્રી

નલીયા

૮.૬ ડીગ્રી

સુરેન્દ્રનગર

૧ર.૮ ડીગ્રી

ન્યુ કંડલા

૧ર.ર ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧૦.૬ ડીગ્રી

અમરેલી

૮.૮ ડીગ્રી

મહુવા

૧૦.૧ ડીગ્રી

દિવસ

૧૦.૪ ડીગ્રી

વલસાડ

૯.૬ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧ર.૩ ડીગ્રી

(11:53 am IST)