Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

અમરેલીના સમઢીયાળા નજીક ગૌચરમાં માટીચોરીનું કૌભાંડ ઝડપાયું :એક કરોડનો મુદ્દામાલ જપ્ત

અમરેલીઃ સમઢીયાળા ગામ નજીક ગૌચર વિસ્તારમાંથી માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં જેમાં એક હિટાચી મશીન અને જેસીબી ગેરકાયદેસર માટી ચોરી કરતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતાં.

ભાવનગર સોમનાથ નેશનલ હાઇ-વેના કામમાં માટી ચોરી કરતા હોવાનું ખાણ ખનીજ વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું. જેમાં 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે દરોડાથી ભુમાફીયાઓમાં ફ્ફડાટ વ્યાપી ગયો હતો.

(12:45 am IST)
  • લોકસભામાં એક લેખિત જવાબમાં, રેલવેના રાજ્ય પ્રધાન રાજન ગોહૈને જણાવ્યું હતું કે ટિકિટ બુકિંગ માટે આધાર નંબર ફરજિયાત બનાવવા માટે કોઈ દરખાસ્ત નથી. જો કે, 1 જાન્યુઆરી, 2017થી વરિષ્ઠ નાગરિકો માટે રાહતભાવની રેલવે ટિકિટોના બુકિંગ માટે આધાર નમ્બરની નોંધણી સ્વૈચ્છિક ધોરણે રજૂ કરવામાં આવી છે. access_time 10:00 am IST

  • મહારાષ્ટ્રની હિંસાનો પાટણમાં ગઈકાલે પડઘોઃ બામસેફના કાર્યકરોનું વિરોધ પ્રદર્શનઃ ચાણસ્મા-રાધનપુર હાઈવે પર ચક્કાજામ ,ટોળાએ ટાયર સળગાવી ચકકાજામ કયોઃ પોલીસે ટોળાને વિખેરી હાઇવે ખુલ્લો કર્યો access_time 11:24 am IST

  • મુંબઈના મરોલ વિસ્તારની મૈમુલ બિલ્ડિંગમાં આગ લાગવાથી એક જ કુટુંબના ચાર લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે access_time 9:07 am IST