Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

લીંબડીના બોડીયામાં પટેલ શોપ ફેકટરીમાં વિકરાળ આગઃ લાખોનું નુકશાન

વઢવાણ, તા., ૪: લીંબડી તાલુકાના બોડીયા ગામ પાસે આવેલ પટેલ શોપ નામની ફેકટરીમાં ગઇ સાંજના અચાનક એકાએક શોર્ટ સરકીટ થવાના કારણે વિકરાળ આગ લાગી હતી.

આ આગમાં ફેકટરીમાં મોટા પાયે ભારે નુકશાન થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ત્યારે કોઇ જાનહાનીના કોઇ પણ બનાવ બન્યો નથી ત્યારે ફાયર ફાઇટરો દ્વારા કલાકોની જહેમત બાદ કાબુ કરવામાં આવેલ હોવાનું પણ જાણવા મળી રહયું છે.

(3:53 pm IST)