Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

જૂનાગઢમાં ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે અમૂક વિસ્તારો ટપોટપ બંધ થયા

મહારાષ્ટ્રમાં દલિતો ઉપરના અત્યાચારના વિરોધમાં ગુજરાત દલિત સંગઠન દ્વારા ઉગ્રરોષ : કોઇ આગેવાનો-કાર્યકરો બંધ કરાવવા નીકળ્યા ન હતા

જુનાગઢ તા.૪: જુનાગઢ બંધના આજના એલાનને મિશ્ર પ્રતિસાદ સાપડ્યો છે બંધ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના ભીમા કોરેગાવ શહેરમાં દલિતો દ્વારા શૌર્ય (વિજય)દિવસની ઉજવણી દરમ્યાન દલિતો પર અસામાજિક તત્વોએ અત્યાચાર કરેલ.જેના એક દલિત યુવાનનું  મૃત્યુ નિપજ્યુ હતુ જેમાં વિરોધમાં ગુજરાત દલિત સંગઠન દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ છે.

સૌરાષ્ટ્ર દલિત સંગઠને બંધના એલાનને સમર્થન જાહેર કરેલ છે તે મુજબ આજે જુનાગઢમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળેલ છે શહેરના કાળવા ચોક, સરદાર ચોકમાં બંધની અસર જોવા મળી છે જયારે  સવારે ૧૧ વાગે અન્ય વિસ્તારોમાં બજારોમાં બંધની નહિવત અસર હોવાનું જાણવા મળે છે.

એસ.પી.નિલેશ જાજડીયાની સુચનાથી શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

જુનાગઢના અમુક વિસ્તારોમાં દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. જો કે કોઇ આગેવાનો કાર્યકરો દુકાનો બંધ કરાવવા નીકળ્યા ન હતા.

જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બંધની કોઇ અસર નથી અને બજારો ધમધમે છે.

(12:32 pm IST)
  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST

  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST