Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

અમરેલી જીલ્લામાં સાતેક સિંહો રેલ્વે ટ્રેક ઉપર ચડી આવતા દોડધામ-તાર ફેન્સીંગ નિષ્ફળ સાબિત થઇ

અમરેલી, તા. ૪ : પીપાવાવ પોર્ટ ભેરાઇ રામપરામ આસપાસ રેલ્વે ટ્રેક પર સિંહોના આકસ્મિત અનેક વખત મોતને ભેટ્યા હતા ત્યાર બાદ સરકાર દ્વારા અહીં રેલ્વે ટ્રેક આસપાસ કરોડોના ખર્ચ કરી તારફેંસીન્ગ કરી દીધું હતું પરંતુ સરકારના કરોડો રૂપિયાનું પાણી થયું છે અહીં દરરોજ અને વારંવાર સિંહ પરિવાર તારફેંસીન્ગ ઠેકીને રેલ્વે ટ્રેક પર આવે છે તો અનેક વખત ફટાકથી સીધા અંદર ઘુસી જાય છે ગત રાત્રે રામપરામ પીપાવાવ પોર્ટ વચ્ચે ૪ સિંહ રેલ્વે ટ્રક પર આવી ચડતા વનવિભાગમાં ભારે દોડધામ મચી ગયી હતી જો કે અહીં સદનસીબે ટ્રેન માલગાડીની આવતી ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી તેમ છતાં વનવિભાગ હજુ એવો દાવો કરે છે પીપાવાવ વિસ્તારમાં આવા કોઇ બનાવ બનેલ નથી જો કે અહીંનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે તેમ છતાં વનવિભાગનો કક્કો સાચો રાખવો છે જો કે કેટલાક સ્થાનિક લોકોએ પણ આ પ્રકારની ઘટના આજે નહીં પણ અનેક વખત જોય છે પરંતુ વનવિભાગ પોતાને બચાવ કરવા માટે આ પ્રકારની ઘટના સામે આવવા દેતી નથી બીજી તરફ આ વિસ્તારમાં પ થી વધુ સિંહો રેલ્વે ટ્રેક પર કપાયા છે તેમ છતાં હજુ વનવિભાગ આવી ગંભીર ઘટનામાં ઉંઘી રહ્યું છે અનેક સિંહ પ્રેમીઓ આ પ્રકારની ઘટનાથી ચિંતિત છે ઉચ્ચ અધિકારીઓ અહીં નાઇટમાં આવી ચેકીંગ કરે તો સાચી હકીકત બહા આવે તેમ છે જો કે અહીં આ સિંહો રેલવે ટ્રેક પરોક્ષ કરી સામેની વાડી વિસ્તારમાં નિકળી ગયા હતા પરંતુ આવી અનેક વખત ઘટના પ્રકાશમાં આવે છે ઘણી વખત રેલ્વે ટ્રેકના કર્મચારીઓ પણ માલગાડી ઉભી રાખી દે છે રાત્રીના સમયે આવી ઘટના ખુબ વધુ બની રહી છે જેને લઇ ને  ફરીવાર સિંહો પર જોખમ તેડાતુ હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે વન વિભાગ ઘટતું કરી ગંભીરતાના દાખવે તેવી લોકોની માંગ ઉઠી છે એક જ રાતમાં આ પ્રકારના બે બનાવ બન્યા હતા બીજી ઘટના રાજુલા તાલુકાના વડલી જાંજરડા રેલ્વે ટ્રક પર ૩ સિંહો આવી સડતા સ્થાનિક વનકર્મીઓ એ તાત્કાલિક તેમને રેલ્વે ટ્રેક પરથી દૂર ખસેડી દીધા હતા. જો કે અહીં પણ વડલી આસપાસ એક અકસ્માતમાં સિંહનું મોત થયું હતું. આમ પીપાવાવ પોર્ટ ભેરાઇ રામપરા સહિત અનેક વિસ્તારમાં સિંહોના રેલ્વે ટ્રકના કારણે અકસ્માતમાં મોત નિપજયા છે.

જો કે આજની આ ઘટના ખુબ ગંભીર કહી શકાય તે પ્રકારનો બનાવ હતો તેમ છતાં વનવિભાગ આસાનીથી જોય રહ્યું છે. જુનાગઢ રાજકોટ અમદાવાદ ગાંધીનગરના અધિકારીઓએ અહીં દોડી આવ્યા હતા. હાલમાં સિંહો પર જોખમ છે. એશિયાટિક સિંહોની હાલત કફોડી બની છે. હાલમાં આ પ્રકારની ગંભીર ઘટનાઓમાં વડલી આસપાસ બની હોવાનું વનવિભાગ સ્વીકારે છે પરંતુ પીપવાવ રામપરા આસપાસ ઘટના સામે આવી નથી તેમ કરી ઇન્કાર કરી રહ્યા છે જો કે હાલમાં શિયાળની સીઝન હોવાને કારણે સિંહોની લટારો રોડ ઉપર અને રેલવે ટ્રક પર વધુ જોવા મળી રહી છે અને સિંહોના વધુ અકસ્માતમાં શિયાળની ઠંડીમાં જ મોત નિપજ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સિંહોને રેલ્વે ટ્રેકથી દૂર ખસેડી દીધા

પીપાવાવ આસપાસ રેલ્વે ટ્રક પર આવી ઘટના સામે નથી આવી પરંતુ વડલી જાંજરડા આસપાસ રેલ્વે ટ્રક પર ૩ સિંહો હતા વિભાગના સ્ટાફએ સિંહને રેલ્વે ટ્રેકથી દૂર ખસેડી દીધા હતા. અને સ્ટાફ સતત કામ કરે છે પેટ્રોલિંગ પણ હોય છે રેલ્વે ટ્રેકરો પણ કામગીરી કરે છે તેમ હસમુખ રાઠોડ (આરએફઓે રાજુલા) એ જણાવ્યું છે.

(12:32 pm IST)