Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ગોંડલમાં બાઇક હડફેટે સાયકલ સ્વાર આધેડ ભુરાભાઇ પટેલનુ મોત

સુલતનાપુરમાં ધોળાદિ'એ ફળીયમાંથી બાઇકની ઉઠાંતરી

ગોંડલ તા. ૪ : ગોંડલમાં બાઇક હડફેટઠે સાયકલસ્વાર આધેડનું મોત નીપજયુંહ તું.

મળતી વિગતો મુજબ ગોંડલના સહજાનંદ નગરમાં રહેતા ભુરાભાઇ સરણીયા પટેલ ઉ. ૪૭ કડિયા લયમાં સાઇકલ પર જઇ રહ્યા હોય અજાણ્યો હીરોહોન્ડા વાહન ચાલક જી.યુકયું ૯૧૯૪ હડફેટે લઇ અકસ્માતમાં સર્જતા ભુરાભાઇનું મોત નિપજતા તેમના પુત્ર યોગેશભાઇ દ્વારા સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા કિશોરભાઇ હંસરાજભાઇ ભાદાણી પટેલ પોતાના ઘરનાં ફળિયામાં બપોરના સુમારે હીરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ કિંમત રૂપિયા ૩ર૦૦૦ નંબર જીજે ૩ એચ.એસ. ૭ર૭૪ રાખ્યું હતું. દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ તેની ચોરી કરી જતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જમાદાર પી. કે. સૈનીએ તપાસ હાથ ધરી છે.

(11:26 am IST)