Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

વરાઇ હનુમાનજી ટ્રસ્ટ ગોંડલ દ્વારા બાળકોને પોષણયુકત આહારનું વિતરણ

ગોંડલ તા. ૪ : બાળ અને મહિલા વિકાસના પ્રોજેકટ અમલમાં મુકવામાં આવેલ છે રાજયના આ મહત્વકાંક્ષી પ્રોજેકટમાં સવૈચ્છીક સંસ્થાઓ પણ યોગદાન આપી રહી છે મુખ્યમંત્રીએ આવી સેવાકીય સંસ્થાઓની કામગીરીને બિરદાવી છે.

રાજય રકારના આ કાર્યક્રમમાં ગોંડલના કોલેજ ચોકમાં આવેલ વેરાઇ હનુમાનજી સેવા સંસ્થા પણ જોડાઇ અને બાળ વિકાસના કાર્યક્રમ માટે આર્થિક સહયોગ આપી રહી છે સંસ્થાના મુખ્ય સંચાલક ભીખુભાઇ બી.જાડેજા, કૃપોષીત બાળકોને પોષણયુકત આહાર આપવાની વ્યવસ્થાઓ સંભાળી રહ્યા છે. ગોંડલ તાલુકાના તાલુકાભરમાંથી કૃપોષીત બાળકોની ખોજ કરીને તેમને આંગણવાડીમાં લાવવામાં આવે છે. આંગણવાડીમાં તેમને સારવારની સાથે સાથે શ્રી વેરાઇ હનુમાનજી ટ્રસ્ટ તરફથી પોષણયુકત આહાર આપાય રહ્યોછે. આ અભિયાન અંતર્ગત શિયાળાની ચાલુ સિઝનમાં પોષક તત્વો ધરાવતા તાજા અડદિયા આંગણવાડી કેન્દ્રને આપવામાં આવેલ છે. ગોંડલ શહેરમાં આવેલી ૩૮ આંગણવાડીઓના ૧૧૦૦ બાળકો માટે શુધ્ધ ઘી અને સુકામેવા મિશ્રિત અડદિયા સપ્લાય કરવામાં આવેલ છે. તાલુકા પંચાયત ગોંડલના હોદેદાર અજયભાઇ વૈષ્ણવ તાલુકા પંચાયત ગોંડલ પ્રમુખ ડી. કે. વોરા, તાલુકા પંચાયત ગોંડલ ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજા, સર્કલ ઓફિસ ગોંડલ શકિતસિંહ ગોહિલ, હંસાબેન રાવરાણી, તાલુકા પ્રોગ્રામ ઓફિસર હસ્તે આ પૌષ્ટિક આહાર વિતરિત કરાયો હતો.

આ સમગ્ર યોજના નાયબ કલેકટર ગોંડલ રાયજાદા, તાલુકા વિકાસ અધિકારી તથા બાળ વિકાસ અધિકારીના પ્રેરક માર્ગદર્શનમાં થઇ રહી છે.

પોષણક્ષમ ગુજરાતનો આ પ્રોજેકટ ચલાવવામાં શ્રી વેરાઇ હનુમાનજી ટ્રસ્ટ ગોંડલના આગેવાન કાર્યકર ભીખુભા જાડેજા, નાનુભાઇ પરમાર, વસંતભાઇ નિર્મળ, જે. પી. વાડોદરીયા સહિતના નિષ્ઠાવાન કાર્યકરનો મુખ્ય ફાળો અને સેવા છે. આ તકે શ્રી વેરાળ હનુમાનજી સેવા ટ્રસ્ટના મુખ્ય સંચાલક ભીખુભા જાડેજા એ આ પ્રોજેકટના સરકારી અધિકારીઓ, દાતાઓ, કાર્યકરઓ સહિત દરેક પ્રત્યે આભારની લાગણી વ્યકત કરેલ છે અને ગુજરાતની ભાવિ પેઢી ૧૦૦% તંદુરસ્ત નિર્માણ કરવાના સરકારના આ કાર્યમાં સર્વેને સહયોગી બનવા જાહેર અપીલ કરેલ છે.

(11:26 am IST)
  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST

  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST