Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સુપ્રિમ કોર્ટની સુચનાને પગલે તપાસ કરવા પર્યાવરણ ટીમ મુંદરા પહોંચીઃ તપાસનો ધમધમાટ

૩પ અધિકારીઓની ટીમના ધામા, અગાઉ ર૦૦ કરોડનો દંડ થયો હતો પણ કેન્દ્ર સરકારે માફ કરી દીધો, હવે ફરી પર્યાવરણ નાશની તપાસ

ભુજ તા.૪ : પર્યાવરણના મુદે કચ્છમાં અનેક આક્ષેપો અને કાયદાકીય પ્રક્રિયામાં ચર્ચામાં રહેલ અદાણી પોર્ટ એન્ડ સેઝ ફરી એકવાર ચર્ચામાં છે.

નવીનાળ મુંદરાના પર્યાવરણ પ્રેમી પ્રવિણસિંહ ભુરૂભા ચૌહાણે સુપ્રિમ કોર્ટમાં કરેલ અરજીને પગલે સુનિતા નારાયણની અધ્યક્ષતામાં ૩પ અધિકારીઓની ટીમ પર્યાવરણ નાશની તપાસ માટે મુંદરા પહોંચી છે.રીટમાં જણાવ્યા પ્રમાણે અદાણી દ્વારા ટુંડાનો દરિયાઇ વિસ્તારમાં ક્રીક પુાને ચેરીયા અને દરિયાઇ સૃષ્ટિનું નિકંદન કઢાયુ છે. આ ટીમ છ અઠવાડિયામાં અહેવાલ સુપ્રિમ કોર્ટને સોંપશે. અગાઉ આજ કારણોસર અદાણીને ર૦૦ કરોડનો દંડ થયો હતો પણ નવી સરકારે માફ કરી દીધો હતો.

(11:25 am IST)