Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

કોટડાપીઠા પીજીવીસીએલ ફોલ્ટ સેન્ટર ફરી શરૂ કરવા માંગણી

કોટડાપીઠા, તા. ૪ :. બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે/ ખાતે અગાઉ જૂની માંગણી મુજબ આંદોલન દરમ્યાન ઉચ્ચ અધિકારી દ્વારા કોટડાપીઠા મુકામે સબ ડિવીઝન શરૂ કરવાની ખાતરી મળેલ પણ જે તે સમયે સબ ડિવીઝન કાર્યરત ન થયુ પરંતુ કોટડાપીઠા મુકામે ૧૨ ગામો વચ્ચે ફોલ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું.

ફોલ્ટ સેન્ટર માટે એક વાહન અને ૧૧ કર્મચારીઓનો સ્ટાફ પણ મુકવામાં - નિમવામાં આવ્યો, પરંતુ ધીરે ધીરે કર્મચારીઓ ઓછા કરાતા ગયા અને દિવાળી પછી કર્મચારીઓ અને વાહન પણ અહીંથી બંધ કરી ૧૭ કિ.મી. દૂર બાબરા ખાતે ખસેડી લીધેલ છે. પહેલા અહીં બધી જ સુવિધા ફોલ્ટ નોંધાવી શકતા હતા. તુરંત જ પ્રશ્ન હલ થઈ જતો હવે બાબરા ખાતે ફોલ્ટ નોંધાવી બીજે દિવસે પ્રશ્ન હાલ થાય છે.

કોટડાપીઠા વિસ્તારના ૧૨ ગામો તેમજ ઔદ્યોગીક જેવા કે સ્ટોન ક્રસર (ભરડીયા), જીનીંગ ઉદ્યોગ, પાણી-પુરવઠા તેમજ ખેતીવાડી વગેરેમાં ફોલ્ટ બાબતે મુશ્કેલ પડે છે તો તાત્કાલીક ધોરણે પુનઃ ફોલ્ટ સેન્ટર તથા વાહન આપવા આ વિસ્તારના જીલ્લા પંચાયત સભ્ય શ્રીમતી મીનાબેન કોઠીવાળે કાર્યપાલક ઈજનેર, પીજીવીસીએલ - અમરેલી તથા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરને રજુઆત કરેલ છે.

(11:22 am IST)
  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST