Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

જૂનાગઢમાં વિકલાંગ વિધાર્થી વર્તુળ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમો

જૂનાગઢ : રમતના મેદાનમાં દિવ્યાંગ લોકોનું કૌશલ્ય બહાર લાવવાના ઉદેશ થી વિકલાંગ વિદ્યાર્થી  વર્તુળ  ટ્રસ્ટ, સત્યમ સેવા યુવક મંડળ, સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ જેમા ગોળાફેક, ચક્રફેક, બરછીફેક વગેરે સ્પર્ધાઓ રાખેલ જે કાર્યક્રમને દિપ પ્રાગ્ટય  કરી ડો.એસ.પી. રાજકુમાર આઇ.જી હસ્તે ખુલ્લો મુકયો હતો. અધ્યક્ષ તરીકે ધારાસભ્ય શ્રી ભીખાભાઇ જોષી ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં જૂનાગઢ, અમરેલી, બીલખા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માંથી અંદાજે ૧૫૦ જેટલા દિવ્યાંગોએ ભાગ લીધો હતો. તમામ ર્સ્પર્ધકોને કાર્યક્રમ ના અંતે ઇનામ તરીકે મોમેન્ટો આવેલ હતા. મેયર શ્રી આદ્યાશકિતબેન મજમુદાર, શ્રીમતિ વિજયાબેન લોઢીયા, પી.બી. ઉનડકટ, વજુભાઇ ધકાણ, નિર્મળાબેન ધકાણ, પ્રવિણાબેન ચોકસી, નરશીભાઇ વાઘેલા, ગીરીશભાઇ મશરુ, પ્રદિપભાઇ ખીમાણી, ભાવેશભાઇ વેકરીયા, ભરતભાઇ વાંક , અમુદાનભાઇ  ગઢવી, બટુક બાપુ, પી.એન.આજકીયા, હરસુખભાઇ વઘાસીયા, કનકબેન વ્યાસ, માલાબેન ધરાદે, ક્રાંતીભાઇ કીકાણી, જયશ્રીબેન વેકરીયા, જયશ્રીબેન સંઘવી, ગાયત્રી શકિતપીઠના શ્રી શીલુભાઇ, ગીતાબેન મહેતા, શુશીલાબેન શાહ, આર.કે.ઠકકર, ભરતભાઇ વ્યાસ, સંતોષબેન મુદા, હસુભાઇ જોષી, મહેશભાઇ જોષી, ઉષાબેન થાનકી, મગનભાઇ બોરીચાંગર શિતલબેન થડેશ્વર વગેરે ઉપસ્થિત રહયૉ હતાં. કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના પ્રમુખ વર્ષાબેન બોરીચાંગર , મનસુખભાઇ વાજા તથા તમામ ટ્રસ્ટીશ્રીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ નું સંચાલન કમલેશભાઇ પંડયા એ કરેલું હતું.

(11:21 am IST)
  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST