Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

વાંકાનેર તાલુકા ભાજપના પ્રમુખ પદે હકાભાઈ ધરજીયાઃ નવુ માળખુ જાહેર

વાંકાનેર, તા. ૪ :. વિધાનસભાની ચૂંટણી પુરી થતા જ તાલુકા ભાજપના નવા હોદેદારો અને કારોબારી સદસ્યોની કામગીરી વેગવંતી બની હતી અને પ્રથમ ક્રમે વાંકાનેર તાલુકા ભાજપના પ્રમુખ પદે દેરાળા ગામના સનિષ્ઠ કાર્યકર્તા હકાભાઈ ભલાભાઈ ધરજીયાની વરણી થઈ હતી. ત્યાર બાદ અન્ય હોદેદારોને નિમણૂક આપવા માટેની યાદી તૈયાર સાથેની મીટીંગ ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણીની ઓફિસમાં મળી હતી.

જેમા તાલુકા ભાજપના અગ્રણીઓ કાળુભાઈ કાકરેચા, દશરથસિંહ જાડેજા (કોટડા), અર્જુનસિંહ ઝાલા, બચુભાઈ કુણપરા, જલાભાઈ શેરસીયા સહિતના અગ્રણીઓ અને સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચા-વિચારણાના અંતે તાલુકા ભાજપ પ્રમુખ હકાભાઈ ધરજીયાએ તાલુકા ભાજપના અન્ય હોદેદારોના નામની જાહેરાત કરી હતી.

મહામંત્રી પદે કોઠારીયા ગામના યુવા અગ્રણી કિશોરસિંહ બી. ઝાલા, નવા ધમલપરના અરવિંદભાઈ અંબાસણીયા તેમજ ઉપપ્રમુખ પદે લુણસરના ચંદુભાઈ પટેલ, વઘાસીયાના ધર્મેન્દ્રસિંહ બી. ઝાલા, પાડધરાના રાજનભાઈ ડેણીયા, કોટડાનાયાણીના ભગીરથસિંહ જાડેજા, કાશીયાગાળાના ધીરૂભાઈ રવળીયા, જેપુરના સુખાભાઈ ચૌહાણ જ્યારે મંત્રી પદે લીંબાળાના ગોવિંદભાઈ સીતાપરા, રાતાવીરડાના ગોરધનભાઈ અબાસણીયા, ઢુવાના દૈયવતસિંહ કે. ઝાલા, રાતીદેવળીના મગનભાઈ કોરડીયા, ભેરડાના મેરૂભાઈ રોજાસરા, ખાનપરના સવિતાબેન પાંચાભાઈ ડાભી, જોધપરના ગુલાબભાઈ શેરસીયા તેમજ કોષાધ્યક્ષ પદે ખેરવાના અશરફભાઈ બાદીના નામની જાહેરાત કરી હતી.

(11:20 am IST)
  • દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી 1 કરોડના ડ્રગ્સ સાથે 1 શખ્શની કરાઈ ધરપકડ. access_time 10:53 am IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST