Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ગોંડલ યાર્ડના ડીરેકટરે રાજીનામુ પરત ખેંચ્યુ

ગોંડલ તા. ૪ : ગોંડલ માર્કેટીંગ યાર્ડના ડીરેકટર પ્રફુલભાઈ રામજીભાઈ ટોળીયા દ્વારા ગત ૩૧ ઓકટોબરના રોજ યાર્ડના ડીરેકટર પદેથી રાજીનામુ ધરવામાં આવ્યું હતું. જેમાં તેઓ કામમાં વ્યસ્ત હોય તેવું કારણ દર્શાવ્યું હતું પરંતુ તેઓ દ્વારા વ્યસ્તતામાંથી મુકત થયેલ હોવાનું જણાવી રાજીનામું સ્વૈચ્છિક રીતે પરત ખેંચાતા યાર્ડ વર્તુળમાં આ ચલકચલાણા અંગે ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ-ચાર માસમાં ગોંડલ ભાજપ પરિવારમાં રાજીનામું આપવાનો દોર શરૂ થયો છે. સૌપ્રથમ પાલિકાના સદસ્ય ચેતન ઠુમર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું બાદમાં પ્રફુલભાઈ ટોળીયા દ્વારા માર્કેટિંગયાર્ડમાં અને આજે અનિતાબેન રાજયગુરુ દ્વારા પાલિકા કચેરીએ રાજીનામું ધરવામાં આવ્યું છે.

(11:18 am IST)
  • જમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી access_time 12:19 pm IST

  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST