Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ભાજપ શાસિત ગોંડલ નગરપાલિકામાં એક સદસ્યાનું રાજીનામુ

ગોંડલ તા. ૪ : ભાજપ શાસિત ગોંડલ નગરપાલિકા તંત્ર ને ચૂંટણીની કળ વળી નથી ત્યાં આજે બાલશ્રમ કમિટીના ચેરમેન દ્વારા રાજીનામુ ધરી દેવાતા પાલિકા વર્તુળમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ બાલાશ્રમના ચેરમેન અનિતાબેન પ્રફુલભાઈ રાજયગુરુ દ્વારા પાલિકા કચેરી ખાતે પોતાનું રાજીનામુ ધરી દેવાતા પાલિકા વર્તુળમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

બનાવ અંગે અનિતાબેન રાજયગુરૂના પતિ અને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજયગુરૂએ પત્રકારોને જણાવ્યું હતું કે અંગત કારણોસર અને કામનું ભારણ હોવાથી રાજીનામું આપ્યું છે કોઈપણ જાતની મનદુખની વાત નથી.

(11:18 am IST)
  • બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે સગાઈ કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે. access_time 10:13 am IST

  • દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી 1 કરોડના ડ્રગ્સ સાથે 1 શખ્શની કરાઈ ધરપકડ. access_time 10:53 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST