Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

કોટડા સાંગાણીના ભાડવા ગામે બિમારીથી કંટાળી ભરવાડ વૃધ્ધનો આપઘાત

માનસીક બિમારીથી પીડાતા કરણાભાઇએ ફાંસો ખાઇ મોત મીઠું કર્યું

રાજકોટ તા. ૪: કોટડા સાંગાણીના ભાડવા ગામમાં રહેતા ભરવાડ વૃધ્ધે માનસીક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કોટડા સાંગાણીના ભાડવા ગામમાં રહેતા કરણભાઇ માલાભાઇ ભરવાડ (ઉ.વ. ૬૦) એ ગઇકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જાણ થતાં કોટડા સાંગાણી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ભરવાડ વૃધ્ધે માનસીક બીમારીથી કંટાળી પગલું ભર્યાનું ખુલ્યું હતું.

(11:16 am IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST

  • દલીતો ઉપરના અત્યાચારના વિરોધમાં ધોરાજીમાં એક યુવકે શર્ટ કાઢીને નવતર વિરોધ વ્યકત કર્યો હતો અને ગળામાં માટીની માટલી પહેરીને સરકાર સામે આક્રોશ વ્યકત કરીને દલીતો ઉપર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા access_time 5:29 pm IST