News of Thursday, 4th January 2018

ગોંડલના ચરખડીની પટેલ પરિણીતાએ પતિ-સસરાના ત્રાસથી આપઘાત કર્યો'તો

આપઘાત માટે મજબુર કરનાર પતિ પરાગ બોઘરા અને સસરા પ્રવિણભાઇ સામે પોલીસમાં ફરિયાદ

ગોંડલ તા. ૪ : તાલુકાના ચરખડી ગામની પટેલ પરિણીતાને આપઘાત માટે મજબૂર કરનાર પતિ અને સસરા સામે પોલીસમાં ફરિયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના ચરખડી ગામે રહેતા અરુણાબેન પરાગભાઈ બોઘરાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી. ફરિયાદી પરિણીતાના પિતા મનસુખભાઈ મેઘજીભાઈ સખીયા એ જણાવ્યું હતું કે તેની પુત્રીને પતિ પરાગ અને સસરા પ્રવીણભાઈ શારીરિક માનસિક ત્રાસ આપતા હોય જેથી કંટાળી પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે તેથી પોલીસે આઇપીસી કલમ ૩૦૬ ૪૯૮ ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ કે.કે ગોહિલ હાથ ધરી છે.

(11:16 am IST)
  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST

  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST

  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST