Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

કાલથી મોરબીમાં યુવાનીને ઉજવવાનો ઉત્સવ-''જ્ઞાનોત્સવ''નો પ્રારંભ

મધુર ભંડારકર, શ્રેયશ તલપડે, હિમાંશુ શુકલા, જય વસાવડા, ડો. જે.જે. રાવલ,સૌરભ શાહ, સાંઇરામ દવે, ત્રિદિવસીય મહોત્સવમાં પ્રવચન આપશેઃ પુસ્તક મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ

મોરબી તા. ૪ : મોરબીમાં કાલે તા.પ થી ૭ જાન્યુઆરી સુધી યુવાનીને ઉજવવાનો ઉત્સવ એટલે મોરબી યુવા જ્ઞાનોત્સવ-ર૦૧૮ નુ ભવ્ય આયોજન મોરબીના સનાળા રોડ ઉપર આવેલી પટેલ સમાજની વાડી ખાતે મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

 

જેમાં ૩ દિવસ દરમિયાન જુદા-જુદા વકતાઓ દ્વારા પ્રવચન રજુ કરવામાં આવશે અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.

કાલે તા.પ ને શુક્રવારે જ્ઞાનોત્સવના પ્રથમ દિવસે સવારે ૮-૪પ થી ૯ દરમિયાન ઉદ્દઘાટન સમારોહ તથા સ્વાગત ગીત રજુ થશે જયારે સવારે ૯ થી ૯-૧પ વિદ્વાન પ્રોફેસર અને વકત પ્રો.અનિલ કંસારા ''વર્ધમાન સમયમાં નૈતિક અધઃ પતનનો કોઇ ઇલાજ છે? તે વિશે પ્રવચન આપશે.'' ૯-૧પ થી ૧૦ ગુજરાતી કલાકાર અને રેડિયો જોકી આરતી પટેલ ''યુવાનો અને ગુજરાતી વારસો'' વિષયક પ્રવચન આપશે. સવારે ૧૦ થી ૧૦-૧પ વકૃત્વ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ૧૦-૧પ થી ૧૧ જાણીતા વકતા અને લેખક જય વસાવડા ''એડવેન્ચર એન્ડ વન્ડરઃ સાહસનો રોમાંચ'' વિશે પ્રવચન આપશે.

જયારે તા. પને શુક્રવારે સાંજના સત્રમાં સાંજે પ-૪પ થી ૬ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ ૬ થી ૬-૪પ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ-રાજકોટના પૂ.ચૈતન્ય સ્વરૂપ સ્વામી, ''નવી પેઢી સામેના પડકારો અને ઉકેલ'' વિશે. પ્રવચન આપશે સાંજે ૬-૪પ થી ૭ સાંસ્કૃતિક કાર્યક્રમ ૭ થી ૭-૪પ ભારતના નંબર વન રેડીયો જોકી આર.જે.ધ્વનિત ''આજનો યુવાન અને આવતીકાલ'' વિશે. પ્રવચન આપશે. સાંજે ૭-૪પ થી ૯ વાગ્યા સુધી જાણીતા સાહિત્ય-હાસ્ય કલાકાર અને શિક્ષણવિદ સાંઇરામા દવે બાળકોના શિક્ષણમાં વાલીની ભૂમિકા અને જાગૃતિ વિશે પ્રવચન રજુ કરશે.

તા.૬ ને શનીવારે સવારના સત્રમાં સવારે ૮-૪પ થી ૯ સાંસ્કૃતિક કાર્યક્રમ ૯ થી ૯-૪પ જાણીતા વૈજ્ઞાનિક ડો. જે.જે. રાવલ, ''વિજ્ઞાનથી વિકાસ'' વિશે પ્રવચન આપશે૯-૪પ થી ૧૦ વકતૃત્વ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ૧૦ થી ૧૧ દરમિયાન જાણીતા લેખક અને પત્રકાર સૌરભ શાહ ''મારો દેશ...મારી સમસ્યા'' વિશે વકતવ્ય આપશે.

સાંજના સત્રમાં પ-૪પ થી ૬ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ ૬ થી ૬-૪પ રાજકોટ એનસીસી ગર્લ્સ બટાલિયનના કામાન્ડીંગ ઓફિસર કર્નલ સંજય પટેલ ''આજના સમયમાં દેશભકિત કેટલી જરૂરી ? તે વિશે માર્ગદર્શન'' આપશે ૬-૪પ થી ૭ સાંસ્કૃતિક કાર્યક્રમ, ૭ થી ૭-૪પ એન્ટી ટેરરીઝમ સ્કવોડ-ગુજરાતના આઇપીએસ હિમાંશુ શુકલા ''નવી પેઢી... નવો ક્રઇમ...પડકારો'' વિશે માહિતી આપશે સાંજે ૭-૪પ થી ૮-૪પ દરમિયાન જાણીતા બોલીવુડ અભિનેતા ''ગોલમાલ ફેઇમ'' શ્રેયશ તલપડે ''બોલીવુડ અને આજનો યુવાન'' વિશે વકતવ્ય આપશે.

તા.૭ને રવિવારે જ્ઞાનોત્સવના વિરામના દિવસે સવારે ૯ થી ૧૧ મહિલાઓ માટે હેલ્ધી ફુડ કોમોટી યોજાશે જયારે બપોરે ૧ થી ૪ યંગ ઇન્ડીયા ગ્રુપ આયોજીત ''ગીત ગાશે ગુજરાત'' સીંગીગ સ્પર્ધાનો મેગા ફાઇનલ રાઉન્ડ યોજાશે.

જયારે સાંજે અંતિમ ચરણમાં પ-૪પ થી ૬ સાંસ્કૃતિક કાર્યક્રમ ૬ થી ૬-૪પ જાણીતા વાર્તાકાર મહમદ સાદરીવાલાનુ ધર્મ પ્રથમ કે દેશ ? વિશે પ્રવચન ૬-૪પ થી ૭-૩૦ જાણીતા લેખિકા અમિષા શાહ ''લગ્ન જીવન એટલે અંતર વગરની અંતાક્ષરી'' વિશે પ્રવચન યોજો જયારે સાંજે ૭-૩૦ થી ૮ દાતાઓનું સન્માન તથા રાત્રીના ૮ થી૯ જાણીતા બોલીવુડ  ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર ''સમાજ વ્યવસ્થા અને આપણે કેટલા સાચા કેટલા ખોટા'' વિશે પ્રવચન રજુ કરશે.

કાર્યક્રમનું સંચાલન રેડિયો ટીવી., ગાયક એન્કર ડો. શૈલેષભાઇ સી.રાવલ કરશે. જયારે દરરોજ સવારે ૯ થી રાત્રીના ૯ સુધી પુસ્તક મેળો યોજાશે.

સફળ બનાવવા મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ મોરબીની ટીમ તથા સહયોગી દાતાઓ જહેમત ઉઠાવે છ.ે

વધુ માહિતી માટે મો.નં. ૯૮૭૯૧ ૮૯૮૮ર, મો.નં. ૯૭ર૭૦ ૩૭ર૭૩ મો.નં. ૯૮રપ૯ ૦૮૭૮૭ મો.નં. ૯૮રપ૯ ૧૩૩૩૪ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

(9:58 am IST)