Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

અપહરણકારોએ વેરાવળના ઉદ્યોગપતિને રિવોલ્વરની અણીએ ધમકી દીધી'તી

પોલીસે પગલા લીધા હોત તો મારૂ અપહરણ ન થાત, ગુંડાતત્વો સામે રોષ વ્યકત કરતા હારૂન પંજા

વેરાવળઃ અપહરણ થતા ટોળુ ભેગુ થયેલ તેમજ અપહરણ થયેલ ઉદ્યોગપતિનો ફાઇલ ફોટો

વેરાવળ તા.૩ : વેરાવળમાં રૂપિયાની લેતી-દેતી મુદે મછીની ફેકટરી ધરાવતા ઉદ્યોગપતિ હારૂન હાજીભાઇ પંજા (હારૂન એશીયન)નું બંદુકની અણીએ અપહરણ થતા સનસનાટી મચી ગઇ છે. આ બનાવ બાદ પોલીસે ગણતરીની કલાકોમાં છ શખ્સોને ઝડપી લઇને તપાસ હાથ ધરી છે.

આ અંગે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ઉદ્યોગપતિ હારૂન એશીયન હાજી પંજાએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, વેરાવળ પોલીસ સ્ટેશને હારૂન ઉર્ફે હારૂન એશીયન હાજી પંજા (ઉ.વ.પ૦)એ ફરીયાદમાં જણાવ્યું છે કે શાહીગરા કોલોની વાળા (૧) યુનુસ કાદર સોરઠીયા ઘાંચી માંગરોળ (ર) સાદીક અબ્દુલ જાગા વેરાવળ તથા બીજા અજાણ્યા ચાર શખ્સો સામે ફરીયાદ નોંધેલ છે તેમાં જણાવેલ હતું કે બપોરે૩ વાગ્યાની આસપાસ પાટણ દરવાજાથી તાલાલા રોડ ઉપર બંદર દરવાજા સામે મચ્છીના ધંધાના રૂ. ૬ લાખ ૪૮ હજાર માંગતા હોય તે પૈસા આપી દીધેલ હોવા છતા પણ ચેકના આધારે ૪ વર્ષ પછી ઉઘરાણી કરતા ના પાડતા બળજબરીથી રૂ.૧૦ લાખ કઢાવવા માટે મોટરકારમાં અપહરણ કરી ઢીકાપાટુનો માર મારી છરી હથીયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી માંગરોળ મુરઘી ફાર્મ હાઉસમાં લઇ જઇ પૈસા આપી દેવા કબુલ કરતા છોડી મુકેલ પોલીસે ૩૬૪ (૩), ૩૮૭, ૩ર૩, પ૦૬/૨, ૩૪, ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે.

અપહરણ કરાયેલા હારૂનભાઇએ જણાવેલ તા.૧૭-૧ર-૧૭ના રોજ તમામ આરોપીઓ મારી ઓફીસે આવેલ ત્યારે ટેબલ ઉપર રીવોલ્વર રાખેલ હતી તે તમામ હકીકત અરજી ૧૮-૧ર-૧૭એ આપેલ હતી. પોલીસે આટલી ગંભીર ગુનાની ફરીયાદને ધ્યાનમાં લીધેલ નથી આવા લુખ્ખા તત્વો ગુંડા તત્વો સામે પોલીસ કોઇ પગલા લેતુ નથી જેથી ગુંડાગીરી બેફામ બનેલ છે. તેમજ તા.ર-૧-૧૮ના રોજ વેરાવળ રામભરોસા ચોકથી મોટર સાયકલ લઇને ભીડીયા ફેકટરીએ હું જતો હતો ત્યારે ૩ જણા મોટરકારમાં અને ૩ જણા મોટર સાયકલમાં મારો પીછો કરતા પાટણ દરવાજા પોલીસ સ્ટેશન સામે આવેલ બંદરના ગેટ પાસે મને રોકાવી મોટરકારમાં બેસાડી દીધેલ હતો અને ૩ શખ્સો મારી સાથે મોટરકારમાં બેઠા હતા તેમની પાસે છરી તથા અનેક હથીયારો હતા તે કયાં હથીયાર હતા તેની મને ખબર નથી. આ અપહરણકારો તલાલા રોડ ઉપર એસ્સારના પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવેલ હતું અને ત્યાંથી રમરેચી, ચુંલડી થઇને ગડુ લઇ ગયેલ હતા. ઝડકા રોડ ઉપર હવા ભરાવેલ હતી અને બહારથી ફોન કરીને પાછા ગાડીમાં બેસી ગયેલ હતા અને ગણોદર આગળ એક માંગરોળ જતો રોડ આવે છે ત્યાંથી માંગરોળ બાયપાસ ઉપર નિકળેલ હતા ત્યાં એક મુરઘી ફાર્મમાં રાખેલ હતો. મોટરકારમાં બેસેલા ૩ જણાએ મને ૩ થી ૩.૩૦ કલાક સુધી માર મારી અને કહેલ કે તને મારી નાખીશું તારે પૈસા આપવા પડશે પણ વેરાવળ ૩ મોટર સાયકલમાં આવેલા શખ્સો સાથે તેમની વાતચીત ચાલુ હોય પોલીસની ભીસ મને માંગરોળ મુરઘી ફાર્મ હાઉસમાં છોડીને નિકળી ગયેલ હતા. જેથી હું સીધો વેરાવળ એફ.પી. ઓફીસે આવેલ હતો અને ત્યાં મારી ફરીયાદ નોંધાવેલ હતી.

હારૂન એશીયાને પોલીસ સામે રોષ વ્યકત કરેલ હતો કે, પોલીસને ગંભીર ફરિયાદ આપેલ હોવા છતાં કોઇ પગલા લીધેલ ન હોય લુખ્ખા તત્વોને ગુંડા તત્વોને છાવરતી હોય તે રીતે કામગીરી થાય છે તે રીતે ગુંડાગીરી બેફામ થાય છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તેમજ મુસ્લિમ સમાજના આગેવાન નુસરતભાઇ પંજાએ જણાવેલ હતુ કે, ગુંડાગીરી સોમનાથ-વેરાવળમાં ખુલ્લેઆમ થઇ રહેલ છે. આખા ગુજરાતમાં અપહરણ ખુન જેવા કિસ્સાઓ દરરોજ બને છે ગુંડાઓને નાત-જાત ધર્મ હોતો નથી. ભાજપ હોય કે કોંગ્રેસ કોઇપણ સંજોગોમાં ગુંડાઓ-લુખ્ખાઓનુ રાજ ચલાવાશે નહી. સોમનાથ વેરાવળમાં આવા ગુંડાઓ સામે કડક પગલા લેવાની માંગણી કરેલ હતી.

(3:52 pm IST)
  • મહારાષ્ટ્રની હિંસાનો પાટણમાં ગઈકાલે પડઘોઃ બામસેફના કાર્યકરોનું વિરોધ પ્રદર્શનઃ ચાણસ્મા-રાધનપુર હાઈવે પર ચક્કાજામ ,ટોળાએ ટાયર સળગાવી ચકકાજામ કયોઃ પોલીસે ટોળાને વિખેરી હાઇવે ખુલ્લો કર્યો access_time 11:24 am IST

  • લોકસભામાં એક લેખિત જવાબમાં, રેલવેના રાજ્ય પ્રધાન રાજન ગોહૈને જણાવ્યું હતું કે ટિકિટ બુકિંગ માટે આધાર નંબર ફરજિયાત બનાવવા માટે કોઈ દરખાસ્ત નથી. જો કે, 1 જાન્યુઆરી, 2017થી વરિષ્ઠ નાગરિકો માટે રાહતભાવની રેલવે ટિકિટોના બુકિંગ માટે આધાર નમ્બરની નોંધણી સ્વૈચ્છિક ધોરણે રજૂ કરવામાં આવી છે. access_time 10:00 am IST

  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST