Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

વિસાવદરના નાની મોણપરીમાં લેઉવા પટેલ સમાજ દ્વારા રાત્રીના સમુહલગ્નનું આયોજન

જુનાગઢ તા. ૩ : વિસાવદર તાલુકાના નાનીમોણપરી ગામે સમસ્ત લેઉવા પટેલ સમાજના નેજા નીચે જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા તા. ર૯/૪/ર૦૧૮ ના રોજ લેઉવા પટેલ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.આ સમુહલગ્ન યાદગાર અને ગુજરાતભરમાં પ્રથમ વિશિષ્ટ બની રહે તે માટે ગામડે મીટીગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે નાની મોણપરી ગામે મેળી બેઠકમાં મોટી સંખ્યામાં ગામ તેમજ ભાઇઓ અને બહેનો અને મહિલા મંડળના બહેનો પ્રિતીબેન વઘાસીયા, જયશ્રીબેન વેઘરીયા, શારદાબેન ગાજીપરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ મીટીંગમાં ઉપસ્થિત નાની મોણપરીના સરપંચ જમનભાઇ રાખોલીયા સહિત આગેવાનોએ તમામ સહકાર આપવાની તત્પરતા દર્શાવી હતી.

લેઉવા પટેલ સમુહલગ્નના પ્રણેતા હરસુખભાઇ વઘાસીયએ મીટીંગમાં જણાવેલ કે, નાની મોણપરી ગામે આયોજીત સમુહ લગ્ન પ્રથમ વખત રાત્રીના યોજવામાં આવેલ છે. તેમજ આ સમુહલગ્ન દરમ્યાન તમામ પરંપરા જળવાય રહે તે માટે વરરાજાનું ઉતારાથી મંડપ સુધી વાજતે ગાજતે બળદ ગાડામાં સામૈયું કરવામાં આવશે.

મીટીંગમાં સમુહ લગ્નસંદર્ભ ભાઇઓ તથા બહેનોની અલગ-અલગ સમિતીની રચના કરવામાં આવેલ. ઉપરાંત સમુહ લગ્નમાં જોડાનાર દિકરીને દતક લેવાનો વિચાર રજુ કરવામાં આવેલ. કોઇપણ વ્યકિત, ગ્રુપ અથવા સંસ્થા કે પરિવાર દિકરી દત્તક લઇ અને શ્વસુરગૃહે વળાવી શકે તે માટેની યોજના હાથ ધરવામાં આવી છે.

સમુહલગ્નના પ્રણેતા વઘાસીયાએ વધુમાં જણાવેલ કે, સમગ્ર સમાજને સાથે રાખી અને માવતરની ભુમીકા અદાકરી દિકરીને અંતરના ભાગ સાથે શ્વસુરગૃહે વિદાય કરાશે.

અત્યાર સુધીમાં જુનાગઢ જિલ્લાના દાત્રાણા, ચિરોડા, બરડીયા, ભેંસાણ, મોટા ભલગામ વગેરે  ખાતે યોજાયેલા ૧૮ સમુહલગ્નમાં ૧૭૦૦ થી વધારે દિકરીઓને સાસરે વળાવવામાં આવી છે.

દિકરી દત્તકના વિચારને મૂર્તિમંત કરવા અને દિકરી દત્તકની સફળતા અને સમુહલગ્ન માટે ગામડે ગામડે મીટીંગો શરૂ કરવામાં આવી છે.

સમુહલગ્ન પ્રસંગે લેઉવા પટેલ સમાજના આગેવાનો, મહાનુભાવો અને હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહીને નવદંપતિઓને આશિર્વાદ પાઠવશે.

સમુહલગ્ન માટેના ફોર્મ મેળવવા માટે હરસુખભાઇ વઘાસીયા-જુનાગઢ મો.નં.૮૪૬૯૭ ૬૮૪૪૮, કમલેશભાઇ કિકાણી-નાની મોણપરી મો.નં.૯પ૩૭૩ ર૮૧પ૪ તથા પ્રમુખ શારદબાબેન ગાજીપરા-જુનાગઢ મો.નં. ૮૭પ૮પ ૯૧૮પપ, હંસાબેન વઘાસીયા-નાની મોણપરી મો.નં. ૯પ૮૬૮ ૩૯ર૩૪, જયશ્રીબેન વેકરીયા - જુનાગઢ મો.નં. ૯૪ર૮૦ ૮૬૦૭૯ અથવા ડિમ્પલભાઇ રાખોલીયા નાની મોણપરી મો.નં.૯૯રપ૭ ૩૯૪૦૮ ઉપર સંપર્ક કરવા સમસ્ત લેઉવા પટેલ સમાજ-નાની મોણપરીની યાદીમાં જણાવેલ છે (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(3:45 pm IST)