Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

મોરબીના વાઇબ્રન્ટ સિરામિક એકસ્પો બંધ કરાવવા કોણ કરી રહ્યું છે મથામણ

મોરબી તા. ૩ : ગત નવેમ્બર માસમાં ગાંધીનગર ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ સિરામિક એકજીબીસનને અભૂતપૂર્વ સફળતા મળી છે આ એકસ્પોથી મોરબીના સિરામિક ઉદ્યોગને એક નવી દિશા મળી છે આ એકજીબીસનની સફળતાથી હેરાન થયને કેટલાક લોકોએ હવે પછી આ એકજીબીસનમાં ભંગાણ સર્જાય તેવી રમત શરૂ કરી દીધી છે.

સમગ્ર દેશના કુલ સિરામિક ઉત્પાદનનું ૭૦ ટકા જેટલું ઉત્પાદન મોરબી કરે છે વિશ્વના ૪૨ જેટલા દેશોમાં હાલમાં મોરબી દ્વારા સિરામિક પ્રોડકસની નિકાસ કરવામાં આવે છે છેલ્લા થોડા વર્ષોથી મુંબઈ,દિલ્હી, બેંગ્લોર, જયપુર, ખાતે સિરામિક ઉદ્યોગના ખાનગી એકજીબીસન યોજાતા રહ્યા છે. જેમાં ખુબ ઊંચા ભાવથી મોરબીના કેટલાક ઉદ્યોગકારો પોતાના સ્ટોલ પણ કરતા હોય છે પરંતુ બે વર્ષ પૂર્વે મોરબી સિરામિક એસોસીએશન એક કંપની સાથે જોડાણ કરીને અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે વાઇબ્રન્ટ સિરામિક એકજીબીસન કરાયુ હતું જેમાં સફળતા મળ્યા બાદ ગત નવેમ્બર મહિનામાં ગાંધીનગર ખાતે આ એકજીબીસન યોજાયું હતું.

જેમાં મોરબીના ૨૭૫ જેટલા ઉદ્યોગકારોએ પોતાના સ્ટોલ બનાવ્યા હતા અને દેશ વિદેશના દોઢ લાખ જેટલા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા મુલાકાતીઓએ વિઝીટ કરી હતી અને મોરબીના ઉદ્યોગકારોને ખુબ વધુ માત્રામાં સિરામિક પ્રોડકસ ઓર્ડેર પણ મળ્યા હતા જેના લીધે કેટલાક મોટા એકજીબીશન કરવા વાળાઓ ને આ વાત ગમતી ન હોવાથી તે મોરબીનું એકજીબીશન ન થાય તેના માટે પ્રયાસો કરી રહ્યા છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે આ બાબતે સિરામિક પ્રમુખ નીલેશ જેતપરિયા સાથે વાત કરતા તમણે જન્વાયું હતું કે એકજીબીશની સફળતા થાય છે. જેના લીધે મોટા એકજીબીશનો કદાચ મુશ્કેલી પડતી હશે પણ સિરામિક વાઈબ્રનટ એક્ષ્પો એ મોરબી ના સિરામિક ઉદ્યોગકારોનો વાઈબ્રનટ એક્ષ્પો છે તેને કોઈ તોડી ના શકે એવું હું માનું છું.

(12:45 pm IST)