Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

બગસરામાં સિંહે ગાયનું માંરણ કર્યું: મોડીરાત્રે

મોરબી :નેક્ષસ સિનેમાની સામે રોડ ક્રોસ કરતા મોપેડને કારે હડફેટે લેતા અકસ્માત સર્જાયો: એક યુવકનું મોત

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકામાં નેક્ષસ સિનેમાની સામે રોડ ક્રોસ કરી રહેલા મોપેડને સામેથી આવતી કારે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડમાં સવાર બે મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે પૈકી મોપેડ ચાલક યુવકનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવક હાલ સારવાર હેઠળ છે.આ મામલે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં મૃતકના પિતા અશોકભાઈ શિવલાલ કારિયાએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે,તા.૧૧/૧૧/૨૦૨૩ના રોજ કાળીચૌદસના દિવસે અશોકભાઈના ૧૮ વર્ષીય પુત્ર માસૂમભાઈ રાજકોટથી આવેલા તેના મિત્ર શુભમભાઈ સાથે એક્ટિવા રજી. નંબર GJ-03-BJ-3134 પર રાત્રીના સમયે આંટો મારવા નીકળ્યા હતા. બન્ને મિત્રો મોરબી કંડલા બાયપાસ રોડ પર પરથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે નેક્ષસ સિનેમા સામે બન્ને મિત્રો રોડ ક્રોસ કરી રહ્યા હતા એ સમયે આરોપી એન્ડોવર કાર નંબર GJ-36-AC-0073નો ચાલક પૂર ઝડપે આવ્યો હતો અને તેણે માસુમભાઈના એકટીવાને હડફેટે લીધું હતું. જેને પગલે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં માસુમભાઈને માથામાં હેમરેજ અને છાતી/પેટ નાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમના મિત્ર શુભમભાઈને માથામાં અને શરીરે ગંભીર પહોંચી હતી. અકસ્માતને પગલે બંને મિત્રોને મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં માસુમ ભાઈને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત નિવડતા તેઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તા.૨૯/૧૧/૨૦૨૩ના રોજ માસુમભાઈનું મોત નીપજ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

 

(11:28 pm IST)