Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

સરકારની નવી પેન્શન યોજના સામે શિક્ષકોનો વિરોધ: સરકાર સામે શિક્ષકો બાયો ચડાવવાના મૂડમા

ગીર સોમનાથ જિલ્લા શૈક્ષિક સંઘની બેઠક કોડીનાર ખાતે મળી.

કોડીનાર : નવી પેન્શન યોજનાને લઈને શિક્ષકોમાં ભારે કચવાટ અને રોષ જોવા મળી રહ્યો છે.નવી પેન્શન યોજનામાં નિવૃત થતા શિક્ષકોને માત્ર 2 હજાર રૂપિયા જેટલું જ પેન્શન મળતું હોય, જીવન નિર્વાહ માટે આ રકમ પૂરતી નથી.તેથી આ નવી પેન્શન યોજનાનો વિરોધ કરવા માટે આગામી 9 ડિસેમ્બરે રાજ્યવ્યાપી "પદયાત્રા તથા મહાપંચાયત " કાર્યક્રમ ના આયોજન સંદર્ભે ગીર સોમનાથ જિલ્લાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની કારોબારી બેઠક કોડીનાર ખાતે 70 થી વધારે હોદેદારો અને બોહળી સંખ્યા માં શિક્ષકો ની હાજરીમાં યોજવામાં આવી હતી.

જૂની પેન્શન યોજનામાં શિક્ષકોને છેલ્લા પગારના 50% રકમ મળતી જેથી તેની પાછલી જીંદગી ખૂબ આરામથી એ વ્યતિત કરી શકે નવી પેન્શન યોજનામાં સરકારે 10% પગાર શિક્ષકોનું અને 10% સરકાર જમા કરતી અને આટલી રકમમાંથી તેઓ અલગ અલગ ત્રણ ફંડમાં રોકાણ કરતા હતા અને એમાંથી એ પેન્શન આપવાની વાત હતી જેના માઠા પરિણામો ચાલુ થઈ ગયા છે.હમણાં જ નિવૃત્ત થયેલા શિક્ષકો ને 2000 જેટલું માત્ર પેન્શન મળે છે જેનાથી એનો જીવન નિર્વાહ થઈ શકે નહીં માટે ફરી જૂની પેંશન યોજના શરુ કરવાની માંગ સાથે ગીર સોમનાથ જિલ્લા અધ્યક્ષ વિનોદભાઈ બારડના અધ્યક્ષ સ્થાને આગામી 9 ડિસેમ્બરે રાજ્યવ્યાપી કાર્યક્રમનું આયોજન કાર્યક્રમના જુદા જુદા સ્થળની વાત રજૂ કરવામાં આવી તેમજ આવનારા દિવસો માં દરેક તાલુકાની ઓફ લાઈન બેઠકોનું આયોજન કરવાનું નક્કી થયું.

આ ઉપરાંત દરેક શિક્ષક પાસે ફોરવીલ ની માંગણી કરી નવમી ડિસેમ્બરે આંદોલનમાં તે પોતાનું ફોરવીલ છે એ સમર્પિત કરે અને સાથે પાંચ શિક્ષકોને લઈને આવે અને વધુમાં વધુ શિક્ષકોને જોડે એવી માંગ કરવામા આવી. જિલ્લાની દરેક શાળાના દરેક શિક્ષક સુધી રૂબરૂ જઈ આમંત્રણ પત્રિકા વહેચણી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું.વિશેષ માતૃશક્તિ હાજર રહે તેવું આયોજન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. રેલી માટે ફ્લેશ કાર્ડ તૈયાર કરવા તથા પોસ્ટ કાર્ડ અને આમંત્રણ પત્રિકાની વહેંચણી કરવી જેવા મુદ્દાઓની સમજ આ બેઠકમાં આપવામાં આવી હતી. તેવું ગીર સોમનાથ જિલ્લા 

રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘના અધ્યક્ષે પોતાની અખબારી યાદીમાં જણાવ્યું હતું.

 

(11:19 pm IST)