Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

પોરબંદરના વેપાર શિક્ષણ આરોગ્ય સહિત અનેક અણઉકેલ પ્રશ્નોઃ અનેક વખત રજુઆતો છતાં પગલા લેવાતા નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩ : વર્તમાન સ્થિતિ પોરબંદરને લગતા વિકાસ અને સંસ્થાકીય વિકાસના પ્રશ્નોની ધ્યાનાકાર્ષણ છે. એટલુ જ નહી સરકારમાં વિશ્વાસનું વાતાવરણ જળવાય તે જરૃરી છે.

પોરબંદરની માતબર લભગભગ સાત દાયકા આસપાસ જુની વ્યાપારી સંસ્થા ચેમ્બર વિવાદ ચાલી રહયો તેની રજુઆત કરનાર અરજદારની જાણકારી પ્રમાણે પુરાવા સાથે વખતોવખત રજુઆત કરવામાં આવે છે. છતા તેનો વહેવારીક અને ન્યાયકીય તટસ્થ રીતે કેમ તપાસ થતી નથી? અને જો થતી હોય આગળની કાર્યવાહી માટે પણ !!! એક સમયે પોરબંદર વ્યાપારી ઉદ્યોગીક એકમો ઉપરાંત સ્થાનીક સ્વરાજ સંસ્થા  રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સુધી સીધો હતો. વેપારી મહાજન યાને ચેમ્બર   વર્તમાન વિવાદમાં ફસાયેલ છે. તેના હિસાબી આંકડા, આવક જાવક, ઓડીટ રીપોર્ટ વિગેરે ચર્ચાઇ રહયા છે. વિવાદી અરજદારે પુરાવા સહીત રજુઆત કરી છે. સરકારી જમીન પર મોટે પાયે પેશકદમી કરી કોર્મશીયલ બાંધકામ કરેલ છે. મુળદાતાને પણ સત્ય હકીકત જણાવી નથી નકશા સાથે રજુઆત કરેલ છે. વિવાદી અરજદારે દસ્તાવેજ પુરાવા પાડયા છે. લેન્ડ ગ્રેબીંગ એકટ નીચે તેમજ આઇપીસીસીની વિવિધ કલમો હેઠળ પણ કાર્યવાહી થઇ શકે તેવી અરજદારની માન્યતા રહેલ છે. સરકારશ્રીના કબજાવાળી જમીન પર વિવાદી દબાણ કરેલ હોવા છતા ફરજ પ્રત્યે અંધારપટ્ટ તટસ્થતા દર્શન થતા નથી.

નગર પાલીકા હસ્તક સાત રીઝવર્ડ પ્લોટો પણ અદ્રશ્ય બની ગયા આ અનામત (રીઝવર્ડ) પ્લોટમાં મોટે પાયે બુરાણ કરી પેશકદમી ઉભી કરી નિયમ કાયદાનો ભંગ કરેલ છે. પોરબંદરના જુના રાજયના સમયથી સાત અનામત પ્લોટો રાખવામાં આવેલ છે. વ્યાજબી કારણો પર અનામતના દશાૃવ્યા છે છતા પણ ધ્યાને લેવામાં આવેલ નહી. પુર્વ રાજય કે સરકારને છેહ દીધેલ છે. જયારે સામાન્ય નાગરીક ખુલ્લી રાખેલી જગ્યામાં સગવડ ખાતર ઘર આંગણે પોતાનો માલ સામાન કહે વાહન વિગેરે રાખે તો નિયમ કાયદાનો દંડો ઉગામી ખાલી કરાવ્યા છે. ફરીયાદ કે કેશ કરવામાં આવે છે. દાખલા તરીકે લીમડા ચોક શાક મારકેટ અનામત બે પ્લોટ બાલ ક્રિંડાગણના રાજયે જ રાખેલ તેનો શરત ભંગ થયેલ છે. તેવી રીતે ખીજદડી પ્લોટનો પ્લોટ મોટો ખુલ્લો પ્લોટ ચોમાસાના રણમાં આવતા પાણીનો નિકાલ માટે રાખવામાં આવેલ છે. અને ૧૯૮૩માં પુર હોનારત સાથે અતિવૃષ્ટિ વરસાદની થતા પાણી ભરાતા છેલ્લોછલ થઇ ગયેલ. મોટી સમસ્યા ઉભી થયેલ. શહેરમાં સાત દિવસ અમુક વિસ્તારમાં માનવતાના ધોરણે સાગર ખેડુઓએ પોતાની હોળી ચલાવી સરકારરીની ખામી ઢાંકી દીધેલ. દર વરસે ચોમાસામાં બોડમાનના પુરના પાણી છાયા પોરબંદર પાણીના રણમાં આવતા તે પાણીના નિકાલ અને ખીજદડી પ્લોટ તેમજ આંધીયા ગટ્ટર મારફત થાય છે. અનામત રખાય છે. છતા તે શરતનો ભંગ કરી હાલ નગર પાલીકા દ્વારા બગીચો બનાવવામાં આવી રહયો છે. તે કામ અટકાવવા આ રજુઆત છતા તંત્ર મૌન રહેલ છે.

સરકારશ્રી દ્વારા તેમજ સખી દાતાઓ દ્વારા સમય આંતરે જન આરોગ્ય માટે જાગૃતી સાથે ચિંતા પણ સેવવામાં આવે છે. કેટલાક સખી દાતાઓ પોતાનું કે પરીવારના નામનું ટ્રસ્ટ બનાવી છેવાડાના માનવી લઇ મધ્યમ વર્ગનો લાભ સાથે રાહત મળે તે રીતે રાહત દવાખાના હોસ્પીટલ વિગેરે જાહેર લોકાર્પણ કરવામાં આવેલ છે અને આવે છે. વિકાસ અને રચનાત્મક કાર્યને સેવાકાર્ય તરીકે અપનાવી તન અને મનથી જાહેર ક્ષેત્રમાં આવી જનહિતાર્થે સેવાના કાર્યો હાથ ધરી માનવધર્મ અને ફરજ બજાવે છે. ્રસ્ટ વિગેરેની રચનાઓ કરી જનસેવાના આરોગ્યલક્ષી સવા ઉપલબ્ધ જાહેર હિતાર્થે આરોગ્ય સેવા ઉપલબ્ધ કરી ટ્રસ્ટ રચના કરી વહીવટ ચલાવે છે.

આવી એક આરોગ્યલક્ષી સંસ્થા પોરબંદરના પુર્વ ધારાસભ્ય પ્રાથમીક શિક્ષક રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની પ્રેરણાથી સ્વતંત્ર સેનાની સ્વ. મથુરાદાસ ભુપ્તાની નિઃસ્વાર્થ સેવા સાથે જોડાયેલ. પોરબંદર મેડીકલ રીલીફ ટ્રસ્ટ એકટ નીચે અહીં નીચે નોંધાયેલ સંસ્થા લોકફાળાથી કાર્યરત કરેલ. દેશ વિદેશમાં વસતા વતન પ્રેમી દાતાઓના આર્થિક સહયોગથી એશિયાભરમાં જ્યારે હૃદયરોગની સારવાર સરળ ઉપલબ્ધ થઇ તે સમયે પોરબંદર-રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે ૮ (બ) પર આવેલ એરડ્રોમ નજીક આવેલ રાણાવાવ તાલુકાના વનાણાયાને રાણા વિરપુરનો સર્વે નંબરની જમીન માંથી વિનામૂલ્યે ૧૮ વિઘા જમીન હૃદયરોગની હોસ્પિટલ બનાવવાની ચોક્કસ શરતો આધિન સરકારે વિનામૂલ્યે જમીન આપતા તે જમીન પર પોરબંદર આફ્રિકાના ઉદ્યોગપતિ સ્વ. શેઠ નાનજીભાઇ કાલીદાસ મહેતા હોસ્પિટલનું નામ રાખવા આર્થિક સહયોગ તેમજ દેશ વિદેશના દાતાઓના સહયોગથી જે તે સમયે આધુનિક તબીબી સાધન સામગ્રી સાથે કાર્યરત કરવામાં આવેલ છે.

જે તે સમયે સૌરાષ્ટ્રભરમાં પ્રથમ હૃદયરોગની હોસ્પિટલ સાર્વજનિક ઉપલબ્ધ રાહત દરે સેવા આપતી બનેલ. રચનાત્મક કાર્યકર સ્વ. મથુરાદાસ ભુપતા  અને નિઃસ્વાર્થ સેવા આપતા રાણાવાવના અનેધંધાકીય કર્મભૂમિ બનાવવી મુંબઇ સ્થિત ભારતના નામાંકીત ડોે. ઓ.ટી. સામાણીનું નિધન થતા હૃદયરોગની હોસ્પિટલની કેટલાક સ્થાપિત ગીતો અને મિલીભગતની સાંઠગાઠથી ક્રમશઃ ક્રમશઃ સેવા  બંધ કરવી પડેલ સ્થાપિત હિતો નજર હોસ્પિટલની સોનાની લગડી જેવી જમીન પર મંડાયેલ અને આર્થિક ભંડોળ સારૃ જમા થયેલ છે. હાલ તો વ્યાજ પૂર્ણી કરી ભંડોળ સારૃ એવું જમા થઇ ગયેલ.  હાલ આ વહીવટ્ર સિમેન્ટ પ્રા.લી. હસ્તક હોવાનું જાણવા મળે છે.  તેમના પી.આર.ઓ. એ હોસ્પિટલ બંધ કરવા સંયુકત ચેરીટી કમિશનર સમક્ષ માંગણી કરેલ. નોટીસ પ્રસિધ્ધ કરી જાગૃત નાગરીકો દ્વારા વાંધા દાખલ કરતા રાણાવાવ સિમેન્ટ કાું. પી.આર.ઓ.એ અરજી પાછી ખેંચી લીધી અને સરકારી ખર્ચની રકમ જમા કરાવેલ ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા જે તે સમયે તુરંત જ જિલ્લા કલેકટરશ્રીમાં જાહેર આરોગ્ય સેવા હિતાર્થે આ હોસ્પિટલનો સરકારશ્રી દ્વારા કબજો આર્થિક ભંડોળ સાથે સંભાળી અલગ વહીવટી રચના- કમિટી નીમી. ભાવસિંહજી હોસ્પિટલને સંચાલન સોંપવાની માંગણી કરતી અરજી દાખલ કરેલ હતી.

પોરબંદર રાજ્યનું શિક્ષણ સ્તર ઘણું ઉચ્ચુ ગણાતું અને માધ્યમીક ધોરણ સુધી જુના જમાની મેટ્રીક હાલ ૧૧મું ધોરણ સુધીનો અભ્યાસક્રમ હતો પરંતુ શિક્ષણ વ્યવસ્થા પ્રશંસનીય હતી. રાજ્યની સજાગતા હતી. સને.૧૯૮૦ની સાલ પછી પોરબંદરનું શિક્ષણ સ્તર ઘણું નીચે જવા લાગ્યું. ૪ શાળાઓ બંધ કરવામાં આવી જેમાં ૨ શાળા પૈકી ૧ તાલુકા શાળા નં-૧ જમીન દોસ્ત કરી જિલ્લા પંચાયતની કચેરી બનાવી. બાલમંદિરનો ભાગ પણ જિલ્લા પંચાયત હસ્તગ ગયો. બાલમંદિર બંધ થયું.

બીજુ રામબા પ્રાથમિક શાળા. દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ નેશનલ હાઇવે-૮ (બ) આવેલ. આ શાળામાં વિદ્યાર્થીની સંખ્યા નથી. તેવું કારણ દર્શાવી રેકોર્ડ ઉભુ કરી બંધ કરી દેવામાં આવી. હાલ તાલુકા પંચાયત કચેરી તેમાં બેસે છે. એવી જ રીતે એકસો વર્ષ જુની હેન્કોક મેમોરીયલ મીડલ સ્કૂલ વિદ્યાર્થીની સંખ્યા નથી તેવું કારણ દર્શાવી બંધ કરી દેવામાં આવી. આ હેન્કોક મેમોરીયલ સ્કૂલ પુનઃ શરૃ કરવા વિદ્યાર્થી યુનિયન, આ શાળાના પુર્વ ભણી ગયેલા વિદ્યાર્થીઓ દ્વારા અનેક રજુઆતો થતી રહે છે.

(1:21 pm IST)