Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ભાવનગરમાં કાલે માનભાઇ ભટ્ટ નાગરિક અભિવાદન સમારોહ પૂ. મોરારીબાપુના સાનિધ્‍યમાં યોજાશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૩ :  શિશુવિહાર સંસ્‍થાનાં સ્‍થાપક  માનભાઈ ભટ્ટની સ્‍મળતિમાં નાગરિક અભિવાદન સમારોહ યોજાશે. મોરારિબાપુની અધ્‍યક્ષતામાં યોજાનાર ૩ર મા નાગરિક અભિવાદન અંતર્ગત અમદાવાદથી પોલિયો ફાઉન્‍ડેશનના સ્‍થાપક અને સર્જન ડૉ . ભરતભાઈ ભગત તેમ દેશનાં છેવાડેના આદિવાસી ગરીબ ભાઈ - બહેનોની સેવાર્થે અમેરિકાથી પરત આવી દાહોદનાં અંતરિયાળ વિસ્‍તાર બાળ રોગ માટે હૉસ્‍પિટલ ચલાવતા ડૉ. શ્રેયાબહેનની સેવાનું અભિવાદન થશે .

 પ્રતિકારભર્યો પુરુષાર્થ કરતા રહી પ્રભુ પ્રીત્‍યર્થે માનવસેવામાં વ્‍યસ્‍ત ગુજરાતના પ્રતિભા સંપન્ન નાગરિકોના સન્‍માનનો વર્ષ ૧૯૯૧ થી પ્રારંભાયેલ સદ્વિચારને ભાવનગરની સંસ્‍કાર ભૂમિથી આગળ વધારતા ચિત્રકૂટધામ તેમજ શિશુવિહાર દ્વારા પ્રત્‍યેકને રૂા. ૫૦,૦૦૦/ - સ્‍મળતિચિન્‍હથી વંદના થશે . ૪ ડિસેમ્‍બર રવિવારે સાંજનાં ૪:૩૦ કલાકે શિશુવિહાર પ્રાંગણમાં યોજાનાર અભિવાદન સમારોહમાં ગુજરાત રાજ્‍ય શિક્ષણ અને તાલીમભવનનાં પૂર્વ નિયામક ડૉ . નલિનભાઈ પંડિત તથા પેરેન્‍ટિંગ ફોર પીસની રાજ્‍ય વ્‍યાપી મુવમેન્‍ટના કન્‍વિનર પ્રાધ્‍યાપક ડૉ . છાયાબહેન પારેખનું બાળવિકાસ માટેની ખેવનાનું વિશેષ અભિવાદન થશે.   મોરારિબાપુના સાનિધ્‍યમાં યોજાતા સમારોહ પ્રસંગે શિશુવિહાર સંસ્‍થા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૧૦ થી ચાલતી બાળ પુસ્‍તકાલય પ્રવળત્તિ અંતર્ગત તમામ શાળાઓને ૧૦૦ પુસ્‍તકોનો સંપુટ અને જરૂરિયાતમંદ ૧૭૦૦ વિદ્યાર્થીઓને સ્‍કૂલ કીટનું વિતરણ થશે.    

આ પ્રસંગે બાળકો અને વયસ્‍કોની દૃષ્ટિ ચકાસણી કાર્યમાં અનન્‍ય સેવા આપનાર શ્રી સુધાબહેન કનુભાઈ શાહ ચેરિટેબલ ટ્રસ્‍ટ અને માતળભાષા સંવર્ધન માટે કાર્યરત સ્‍વ.અનિલભાઈ શ્રીધરાણી પરિવારનું અભિવાદન થશે . ભાવનગરથી રક્‍તદાન, ચક્ષુદાન જેવી પુણ્‍ય પ્રવળત્તિ દેશભરમાં વિસ્‍તારનાર પૂજ્‍ય માનભાઈ ભટ્ટની સ્‍મળતિમાં ૧૦૦ થી વધુ શ્રેષ્‍ઠ નાગરિકોનું અભિવાદન થયું છે . ત્‍યારે આ પ્રસંગે ગુજરાતનાં વિવિધ સામયિકોમાં પ્રકાશિત શિશુવિહારની પ્રવળત્તિઓનાં લેખોનું સંકલન પુસ્‍તક ‘શિશુવિહારનું નવચેતન'નું વિમોચન થશે . સેવા અને શિક્ષણ વિચારથી સુવાસિત ભાવનગરની ભૂમિ પર યોજાતા સમારંભ સમયે પૂજ્‍ય બાપુ ‘શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્‍વ' વિષયે પોતાના વિચારો વ્‍યક્‍ત કરશે . જેને માણવા માટે શહેરના   નાગરિકોને  નિમંત્રણ પાઠવાયું છે.

(11:56 am IST)