Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

જામનગરમાં ૨૨ દિ‘ પહેલા જ ચોરાયેલ હોન્‍ડા સાથે ઝડપાયો

જામનગરમાં તા.૩: સીટી બી ડીવી પો.સ્‍ટે. ભાગ અ ગુ.ર.નં. ૧૧૨૦૦૦૯૨૨૧૬૦૩/ ૨૦૨૨ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબનો ગુન્‍હો વણશોધાયેલ હતો આ કામે ફરિયાદીના ઘર બહારપાર્ક કરેલ કાળા કલરનું સ્‍પલેન્‍ડર મોટરસાઇકલ જી જેજી-૧૦-સીપી-૧૬૬૬ વાળુ પાર્ક કરેલ હતુ તે કોઇ અજાણ્‍યો ઇસમ ચોરી કરી લઇ જતા ગુન્‍હો શોધી કાઢતા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમા હતા ઉપરોકત હીરો હોન્‍ડા મો.સા.ચાલક વિરલબાગ  પાસેથી નીકળવાનો છે તેવી હકીકત મળતા વિરલબાગ ખાતે વોચમા રહેતા ઉપરોકત મો.સા.નીકળતા તેને રોકી હીરો હોન્‍ડા મો.સા ચાલકની પુછપરછ કરતા પોતાનુ નામ સાહીલ મહમદકાસમ ગુલામહુસેન બુખારી સૈયદ ઉ.૧૯ ધંધો મજુરી રહે. ગુલાબનગર, સંજરીચોક, વાળો હોવાનુ જણાવેલ અને મોટરસાઇકલના રજી.નંબર માટે પોકેટકોપ મોબાઇલ એપ્‍લીકેશનમાં સર્ચ કરતા નંબર જીજે.૧૦.સીપી.૧૬૬૬ના હોવાનુ જાણવા મળતા પુછપરછ કરતા મજકુરે આજથી બાવીસેક દિવસ પહેલા રાતના સમયે જામનગર ગુલાબનગર, રીલાયન્‍સ પેટ્રોલપંપનો ઢાળીયો, રવીપાર્ક, ગુરૂકૃપા પાન બાજુમાં આવેલ એક મકાન પાસેથી ચોરી કરેલ હોવાનું જણાવતા અને આ અંગે ઉપરોકત નંબરથી ગુન્‍હો દાખલ થયેલ હોય જેથી સદર હીરો હોન્‍ડા મોટરસાઇકલની કિં.રૂ.૨૫,૦૦૦/- ગણી ખાનગી બાતમીદારો તથા પોકેટ-કોપ મોબાઇલની મદદથી આ ગુનો શોધી કાઢેલ છે.

 આ કામગીરી પો.ઇન્‍સ. એચ.પી.ઝાલા સાહેબ તથા પો.સબ.ઇન્‍સ.ડી.એસ.વાઢેર એ.એસ.આઇ.હિતેશભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્‍સ.પ્રદ્યુમનસિંહ જાડેજા તથા રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, તથા પો.કોન્‍સ.ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, સંજયભાઇ પરમાર, પ્રદીપસિંહ રાણા, બળભદ્રસિંહ જાડેજા તથા કલ્‍પેશભાઇ અઘારા, વિપુલભાઇ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.

(11:51 am IST)