Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ઉનાના નવાબંદરમાં ગુમ થયેલા માછીમારોમાંથી વધુ એક માછીમારનો મૃતદેહ: 5 માછીમારોની શોધખોળ શરૂ

ગીરસોમનાથના દરિયામાં 15 બોટ ડૂબી જતા 11 માછીમારો લાપતા થયા હતા.જેમાંથી 5 માછીમારોને બચાવી લેવાયા

ગીર સોમનાથના ઉનાના નવાબંદરમાં ગુમ થયેલા માછીમારોમાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે.રામુભાઈ દેવાભાઈ નામના માછીમારનો મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો.ગઈકાલે સાંજે એક મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે મોડી રાત્રે વધુ એક મૃતદેહ મળી આવ્યો.ગીરસોમનાથના દરિયામાં 15 બોટ ડૂબી જતા 11 માછીમારો લાપતા થયા હતા.જેમાંથી 5 માછીમારોને બચાવી લેવામાં આવ્યાં છે.લાપતા માછીમારોને શોધવા NDRFની ટીમ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.

ઊનાના નવાબંદરના દરિયામાં લાપતા થયેલા માછીમારોમાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે.દરિયા કિનારેથી ત્રીજા માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે.ગઇકાલે ભારે પવન અને તોફાનને કારણે નવાબંદરના દરિયામાં 8 માછીમાર લાપતા થયા હતા.જેમાંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે.જ્યારે હજુ પણ 5 માછીમારો લાપતા છે.જેમની શોધખોળ ચાલું છે.

તો આ તરફ સાંસદ રાજેશ ચુડાસમા નવાબંદરની મુલાકાતે પહોંચ્યાં હતા.જ્યાં તેમણે ભારે પવનના કારણે લાપતા માછીમારો અને વ્યવસાયને થયેલા નુકસાન સહિતનું નિરીક્ષણ કર્યું.અને માછીમારોને તમામ જરૂરી સહાય કરવાની ખાતરી આપી.

(9:58 pm IST)