Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વિસાવદરમાં રેલવે ઉપવાસી છાવણીની મુલાકાતે ધારાસભ્ય રિબડીયા : ખુલ્લો ટેકો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર,તા. ૩ : વિસાવદરમાં છેલ્લા ત્રણ દિવસથી મીટરગેજ ટ્રેનો શરૂ કરવાની માંગ સાથે ચેમ્બર ઓફ કોમર્સના નેજા તળે ઉપવાસ આંદોલન ચાલી રહ્યુ છે. ત્યારે આ લખાય રહ્યુ છે. ત્યારે વિસાવદર -ભેસાણ વિસ્તારનાં ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા ઉપવાસી છાવણીની મુલાકાતે દોડી ગયા છે. અને આ લોકપ્રશ્ને આંદોલનને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. વિશેષ વિગતો મેળવાઇ રહી છે.

(1:14 pm IST)