Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જુનાગઢમાં બદલાઇ ગયેલ એકટીવા પોલીસે શોધ્યુ

જુનાગઢ, તા. ૩ : વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા અન્ય વ્યકિત સાથે બદલાઇ ગયેલ રૂ. ૨૫,૦૦૦/-ની કીંમતનુ એકટીવા મો.સા. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા શોધી કાઢેલ હતું.

 કપીલભાઇ વિઠ્ઠ્લભાઇ પાલા જૂનાગઢ જલારામ સોસાયટી ખાતે રહેતા હોય અને સોના ચાંદીનો વેપાર કરી પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતા હોય. તા. ૨૮/૧૧/૨૦૨૧ના રોજ પોતાની માલીકીનુ એકટીવા લઇ અને તેમના પરીવારના સભ્યને ટ્રેનમાં મુસાફરી કરવા સારૂ છોડવા આવેલ હતા, ત્યાથી પરત ફર્યા બાદ તેઓએ જ્યા એકટીવા પાર્ક કરેલ હતુ ત્યા તેમનુ એકટીવા જોવા મળેલ નહી. તે અને તેમની દુકાનમાં નોકરી કરતા હિરેનભાઇ છગનભાઇ રાણીંગા એકટીવા ના મળતા વ્યથીત થઇ ગયેલ હતા, તેઓએ આ બાબતની જાણ જૂનાગઢ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે કરેલ. જૂનાગઢ રેલ્વે પોલીસ સ્ટાફના એ.એસ.આઇ. ડી.આર.અમર, હે.કો. પી.એ.કારેથા, પો.કો. આર.કે.સીસોદીયા, પી.બી.ચાવડા દ્રારા ગમ થયેલ એકટીવાની તપાસ કરેલ હતી આ બાબતની વધુ તપાસ સી.સી.ટી.વી. કેમેરાથી કરવા સારૂ રેલ્વે પોલીસ સ્ટાફ દ્રારા જૂનાગઢ ડિવીઝનના ડીવાયએસપી પ્રદીપસીંહ જાડેજાનો સંપર્ક કરતા  જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને સૂચના આપતા કપીલભાઇ વિઠ્ઠ્લભાઇ પાલાનુ એકટીવા શોધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

 જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી સાહેબની સુચના હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ ્રૂ કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો.જીવાભાઇ ગાંગણા, સીધ્ધી બેન વાઘેલા, જાનવીબેન પટોડીયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી રેલ્વે સ્ટેશન બહારના ગેઇટ પાસે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા CCTV CAMERAમાં કપીલભાઇ વિઠ્ઠ્લભાઇ પાલાનુ એકટીવા GJ 11 BN 4158 કોઇ વ્યકિત દ્રારા લઇ જતુ હોવાનું શોધી કાઢેલ.

 નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા એકટીવા લઇ જનાર વ્યકિતનો ચહેરો બારીકાઇથી ચેક કરતા તે વ્યકિત શહેરની નામ ચીન્હ દુકાન પોષાક ડ્રેસીસના માલીક તુષારભાઇ હોવાનુ  ઓળખી કાઢવામાં આવેલ હતુ. નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) દ્રારા પોષાક ડ્રેસીસના માલીક તુષારભાઇનો સંપર્ક કરી અને વિગતવાર પૂછ પરછ કરતા તેઓ પણ તે જ સમયે રેલ્વે સ્ટેશને કામ અર્થે ગયેલ હોય અને તેઓના એકટીવાની ચાવી તેમની બાજુમાં પડેલ અન્ય વ્યકિતના એકટીવામાં લાગી જતા ભૂલથી બાજુનુ એકટીવા લઇ ગયાનુ જણાવેલ. આમ નેત્રમ શાખા અને જૂનાગઢ રેલ્વે પોલીસની સંયુકત કાર્યવાહીથી કપીલભાઇ વિઠ્ઠ્લભાઇ પાલાનુ ગુમ થયેલ એકટીવા ગણતરીની કલાકોમાં પરત મળી ગયેલ હતુ.

(1:12 pm IST)