Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જુનાગઢની પરિણિતાને હરિયાણાથી પોલીસ પાછી લાવી : ઇન્સ્ટ્રાગામ ઉપર પ્રેમ થતા ભાગી ગયેલ

જુનાગઢ, તા. ૩ : જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી અને પરણિત યુવતી રાધા કે જે બે છોકરાની મા છે, એવી યુવતી વહેલી સવારે પોતાનું ઘર છોડી, નાસી જતાં, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ હતી.

ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.શાહ, પો.સબ ઈન્સ. જે.જે.ગઢવી, સ્ટાફના હે.કો. નિલેશભાઈ, આઝાદસિંહ, શોભાબેન, મનીષાબેન, ભાવેશભાઈ, અમરાભાઈ, સહિતની ટીમ દ્વારા પરણિત યુવતીને શોધવા માટે ડીવાયએસપી કચેરી, જૂનાગઢના ટેક્નિકલ સેલના હે.કો. કમલેશભાઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. દરમિયાન ટેક્નિકલ સોર્સ દ્વારા માહિતી મળેલ કે, ગુમ થનાર આ પરણિત યુવતી, હરિયાણાના કોઈ યુવાન સાથે સંપર્કમાં હતી અને હાલ હરિયાણા રાજ્યના સોનીપત શહેર આજુબાજુ છે. જે આધારે તેના કુટુંબીજનોને સાથે રાખી, તાબડતોબ  સોનીપત ખાતે પહોંચી, સોનીપત શહેરના પોલીસ ઇન્સ. વિવેક મલિક તથા સ્ટાફના સહયોગથી પરણિત યુવતી રાધા અને હરિયાણાના યુવાનને શોધી કાઢી, પોલીસ સ્ટેશન લાવી, પૂછપરછ કરતા, પરણિત યુવતી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલ યુવાનની હરકતોથી પરેશાન હોઈ તેમજ પોતાના સંતાનો યાદ આવતા, પોતાના કુટુંબીજનો સાથે પરત ગુજરાત આવવાની ઈચ્છા વ્યકત કરતા, હરિયાણા સોનીપત ખાતેથી પરણિત યુવતીનો કબજો મેળવી, જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ હતી.

  જુનાગઢ ડિવિઝન ના ડીવાય એસપી પ્રદિપસિંહ જાડેજા, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ. શાહ, પો.સ.ઇ. જે.જે.ગઢવી તથા લ્ત્ર્ફૂ ર્વ્ફૂીૃ ના એ.એસ.આઈ. શોભાબેન, પો.કો. મનીષાબેન, ભાવેશભાઈ, અમરાભાઈ, સહિતના સ્ટાફ દ્વારા પૂછપરછ કરવામાં આવતા, યુવતી દ્વારા પોતે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વોટ્સએપ નો ઉપયોગ કરતી હોય, પોતાને છેલ્લા સાત આઠ માસથી ઇન્સ્ટાગ્રામ મારફતે તથા ફેસબુક ફ્રેન્ડ હરિયાણા રાજ્યના એક યુવક સાથે ફેસબુક ઉપર ચેટિંગ દરમિયાન પ્રેમ થઈ જતાં, પોતે એ યુવક સાથે વાત કરી ઘરેથી જરૂરી રોકડ ઘરેણાં લઈને હરિયાણા નાસી જઈ, હરિયાણાના યુવક સાથે મળેલાની કબૂલાત કરેલ હતી. પરણિત યુવતીની કબૂલાત આધારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

 જૂનાગઢ ખાતેથી પરણિત યુવતી રાધાના માતાપિતા સહિતના કુટુંબીજનો આવતા, She Team દ્વારા સમજાવતા, પોતાના માતાપિતા સાથે જવા તૈયાર થતા, પોલીસ દ્વારા યુવતીને હેમખેમ સોંપવામાં આવેલ હતી. પરણિત યુવતી પોતાના પરિવારજનોને મળતા, પરિવારજનો ભાવ વિભોર થઇ ગયેલ હતા. યુવતી બાબતની વિગત પોલીસ પાસેથી જાણી, યુવતી હરિયાણા ગયા બાદ લઈ જનાર યુવાન દવારા અઘટિત કર્યું હોત અથવા કોઈ બીજાને સોંપી દીધી હોત તો, શું થાત..? એવું જણાવી, પરિવારજનોને કંપારી થઈ ગયેલ હતી. જૂનાગઢ પોલીસની સતર્કતા અને પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે જૂનાગઢની યુવતી સોશીયલ મીડીયા દ્વારા ફસાવતા તત્વોનો ભોગ બનતા બચી ગયેલ હતી. પરિવારજનો દ્વારા જુનાગઢ પોલીસનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો. પોલીસની She Team દ્વારા પરણિત યુવતીને પોતાની દીકરી માફક સલાહ આપી, પોતાના પરિવારમાં ધ્યાન આપવા તેમજ તેની ઉમર પુખ્ત હોઈ, ફેસબુક વોટ્સએપ જેવા દુષણથી દુર રહેવા અને માતા પિતા કહે એટલું જ કરવા તેમજ કુટુંબ સાથે સુખ શાંતિથી પોતાનું જીવન ગુજારવા સલાહ આપી હતી. ઉપરાંત, પરણિત યુવતીના પરિવારજનોને પણ યુવતીનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.

(1:12 pm IST)